L&T ફાઇનાન્સ આ ત્રિમાસિકમાં તેના SME ફાઇનાન્સ બિઝનેસને 50થી વધુ શહેરોમાં વિસ્તારશે
મુંબઈ, 20 મે: L&T ફાઇનાન્સ લિમિટેડ (એલટીએફ) 30 જૂન, 2023ના રોજ પૂરા થનારા વર્તમાન ત્રિમાસિક ગાળામાં તેના SME ફાઇનાન્સ બિઝનેસને 50થી વધુ શહેરોમાં વિસ્તારવાની યોજના ધરાવે છે. માર્કેટ પ્રેક્ટિસથી વિપરીત, કંપનીએ તેની હાલની મજબૂત ડિજિટલ અને ડેટા એનાલિટિક્સ ક્ષમતાઓના આધારે તેની ઓફરને સંપૂર્ણ પેપરલેસ પ્રક્રિયા તરીકે સ્થાન આપ્યું છે. એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ પ્રક્રિયાએ કંપનીને તેના ગ્રાહકોને ડિસ્ટ્રિબ્યુશન ચેનલના ઝડપી વિસ્તરણમાં મદદ કરવા ઉપરાંત ડિફરન્સિયલ ટર્નઅરાઉન્ડ ટાઇમ ઓફર કરવાની પણ મંજૂરી આપી છે.
L&T ફાઈનાન્સ હોલ્ડિંગ્સના MD- CEO દીનાનાથ દુભાશીએ જણાવ્યું હતું કે, આ સેગમેન્ટમાં અમારી ડિજિટલ ઑફરિંગ, વધુ મહત્ત્વપૂર્ણ રીતે ટિયર II શહેરોમાં વિસ્તારી રહ્યા છીએ. કંપનીએ નવેમ્બર 2022માં તેના ગ્રાહકો માટે ડ્રોપલાઇન ઓવરડ્રાફ્ટ ઓફર શરૂ કરી છે, જે ગ્રાહકોને ડે-ટુ-ડેની રોકડ જરૂરિયાતને પૂરી કરવા માટે પૂર્વ-ચુકવણી અને લોન ખાતામાંથી ઉપાડ કરવાની મંજૂરી આપે છે. હાલમાં, કંપની મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને અમદાવાદના મુખ્ય બજારો સહિત 16 શહેરોમાં SME ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરી રહી છે. કંપની પટણા, ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમ સહિત 50 શહેરોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.