અમદાવાદ, 9 મે: રિટેલ ફાઇનાન્સર્સમાં સ્થાન ધરાવતી એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે (એલટીએફ) અમદાવાદના ગ્રાહકો માટે ધ કમ્પ્લીટ હોમ લોન લોન્ચ કરી છે. ધ કમ્પ્લીટ હોમ લોન એ સમર્પિત રિલેશનશિપ મેનેજરની સાથે ડિજિટાઇઝ્ડ પ્રોસેસ ઓફર કરે છે અને હોમ ડેકોર ફાઇનાન્સનો વિકલ્પ પણ પૂરો પાડે છે.

હોમ ડેકોર ફાઇનાન્સનો ઉદ્દેશ આરામદાયક લિવિંગ સ્પેસ માટે જરૂરી ફર્નિશિંગ્સ મેળવવામાં ફ્લેક્સિબિલિટી તથા સુગમતા પૂરી પાડવાનો છે. ડિજિટાઇઝ પ્રોસેસ ટેકનોલોજીની મદદ સાથે લોન મેળવવાની સફરને સરળ બનાવે છે. સમર્પિત રિલેશનશિપ મેનેજર સમગ્ર લોન પ્રક્રિયામાં ગ્રાહક માટે પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ બની રહે છે જે સરળ અને સંતોષકારક અનુભવ સુનિશ્ચિત કરે છે.

એલટીએફના અર્બન ફાઇનાન્સના ચીફ એક્ઝિક્યુટિવ સંજય ગરયાલીએ જણાવ્યું હતું કે ધ કમ્પ્લીટ હોમ લોનના લોન્ચ દ્વારા અમારું મુખ્ય લક્ષ્યાંક અંડર-કન્સ્ટ્રક્શન અને રેડી એમ બંને પ્રકારની પ્રોપર્ટીઝ માટે નવી હોમ લોન ઇચ્છતા નવા ઘર ખરીદનારાઓ છે. ઉપર જણાવેલી વિશેષતાઓ ઉપરાંત પેપરલેસ પ્રોસેસિંગ, ઝંઝટમુક્ત ડોક્યુમેન્ટેશન અને શ્રેષ્ઠ સર્વિસ સ્ટાન્ડર્ડ્સ તથા આકર્ષક વ્યાજ દરો જેવા મૂલ્યવર્ધિત ફીચર્સ પણ અમે રજૂ કર્યા છે. એલટીએફના ચીફ માર્કેટિંગ ઓફિસર સુશ્રી કવિતા જગતિયાનીએ જણાવ્યું હતું કે હોમ લોનની વાત આવે ત્યારે ગ્રાહકો તેમની તમામ ધિરાણને લગતી જરૂરિયાતો સંતોષવા માટે વન-સ્ટોપ સોલ્યુશન્સ ઇચ્છતા હોય છે પરંતુ છેવટે ઓછાથી જ સંતોષ માની લે છે. અમે ‘Kum Nahi, Complete’નું પ્રપોઝિશન રજૂ કર્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)