માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સને IIBX દ્વારા સોનાની આયાત માટે TRQ લાઇસન્સ મળ્યું
મુંબઇ, 19 મે: ગોલ્ડ અને ડાયમંડ રિટેઇલ ચેઇન માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) તરફથી TRQ (ટેરિફ રેટ ક્વોટ) લાઇસન્સ મેળવનાર ભારતનું પ્રથમ જ્વેલરી ગ્રૂપ બન્યું છે, જ્યાં તેઓ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) દ્વારા સોનાની આયાત કરી શકે છે.
TRQ ઇન્ડિયા-યુએઇ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (સીઇપીએ) હેઠળ અનુકૂળતા અને પારદર્શિતા સાથે ઘટાડેલા ડ્યુટી દરો ઉપર ગ્રૂપને IIBX દ્વારા સોનાની આયાત કરવામાં મદદ કરે છે.
માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ પ્રથમ ક્વોલિફાઇડ જ્વેલર છે કે જેણે IIBX દ્વારા ઇન્ડિયા-યુએઇ સીઇપીએ હેઠળ સીધા IIBX ઉપર સોનુ ખરીદવા માટે ટ્રેડ કર્યો છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) એસઇઝેડ ખાતે ઇન્ડિયન કસ્ટમ્સ ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ ગેટવે (આઇસીઇગેટ) સક્ષમ થવાની આ શક્ય બન્યું છે. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે અનન્ય સિદ્ધિ હાંસલ કરી છે, જે કોઇપણ એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન માટે વિશ્વમાં પ્રથમ છે કે જ્યાં બુલિયન ડિપોઝિટરી રિસિપ્ટ (બીડીઆર) 30 મીનીટમાં ટ્રેડ સેટલ થઇ જાય છે.
માલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદે કહ્યું હતું કે, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ભારતનું પ્રથમ જ્વેલર છે, જેણે જ્વેલરીમાં 100 ટકા એચયુઆઇડી હોલમાર્કિંગ રજૂ કર્યું છે. હાલમાં તે 10 દેશોમાં 315 શોરૂમ અને 14 જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ધરાવે છે.