IPO ખૂલશે23 સપ્ટેમ્બર
IPO બંધ થશે25 સપ્ટેમ્બર
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ. 114 –120
બિડ લોટ125 શેર્સ
IPO સાઇઝ
1.25 Cr. શેર્સ
IPO સાઇઝરૂ.150.84 કરોડ
લિસ્ટિંગBSE, NSE
BUSINESSGUJARAT RATING6.5/10

અમદાવાદ, 19 સપ્ટેમ્બર, 2024: મનબા ફાઇનાન્સ લિમિટેડ, નવી ટુ-વ્હીલર (2Ws,) થ્રી-વ્હીલર (3Ws), ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (EV2Ws), ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર (EV3Ws), યુઝ્ડ કાર્સ, સ્મોલ બિઝનેસ લોન્સ અને પર્સનલ લોન્સ માટે નાણાકીય સોલ્યુશન પૂરા પાડતી NBFC-BL છે. કંપનીએ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ.  10/-ની મૂળ કિંમતના પ્રત્યેક (“ઈક્વિટી શેર્સ”)ની પ્રાઈસ બેન્ડ રૂ.  114/- રૂ.  120/- પ્રતિ ઈક્વિટી શૅર નક્કી કરી છે. કંપનીની IPO સબસ્ક્રિપ્શન માટે સોમવાર, 23 સપ્ટેમ્બર, 2024ના રોજ ખૂલશે અને બુધવાર, 25 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 125 ઇક્વિટી શૅર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 125 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ ભરવાની રહેશે. IPO સંપૂર્ણપણે 1,25,70,000 શેર્સનો નવો ઈશ્યુ છે જેમાં કોઈ ઓફર ઓફ સેલનો હિસ્સો નથી.

ઇશ્યૂ યોજવા માટેના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે

કંપની ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા ભંડોળનો મોટો બેઝ નિર્માણ કરી રહી છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

નાણાકીય કામગીરી એક નજરે

PeriodMar24Mar23Mar22
Assets973.75787.25561.46
Revenue191.63133.32106.62
PAT31.4216.589.74
Net Worth200.61168.43151.74
Reserves162.46155.54138.96
Borrowing752.27595.93394.4
(Amount in ₹ Crore)

મનબા ફાઇનાન્સે 1998માં મુંબઈ, મહારાષ્ટ્રમાંથી NBFC તરીકે તેનો વ્યવસાય શરૂ કર્યો હતો અને 2009 થી સમગ્ર રાજ્યમાં શાખાઓ અને સ્થાનોની સંખ્યામાં વૃદ્ધિના માર્ગે તેની કામગીરી વધારી હતી. તેની શાખાઓ શહેરી, અર્ધ-શહેરી અને મેટ્રોપોલિટન શહેરો અને નગરોમાં સ્થિત છે જે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપે છે. મુંબઈ, મહારાષ્ટ્રની બહાર સ્થિત કંપની પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારતમાં છ રાજ્યોમાં 29 શાખાઓ સાથે જોડાયેલા 66 સ્થાનોમાંથી કાર્યરત છે. તેણે સમગ્ર મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 190 થી વધુ EV ડીલરો સહિત 1,100 થી વધુ ડીલરો સાથે સંબંધો સ્થાપિત કર્યા છે. તેનો લોન પોર્ટફોલિયો યુઝ્ડ કાર લોન્સ, સ્મોલ બિઝનેસ લોન્સ અને પર્સનલ લોન્સ સુધી વિસ્તાર્યો છે.નાણાકીય વર્ષ 2024 માં AUM ના 92% પર ટૂ-વ્હીલર લોનનો સૌથી વધુ હિસ્સો મનબા ફાઇનાન્સ પાસે હતો. તે અરમાન ફાઇનાન્સિયલ, બાયડ ફિનસર્વ, બેરાર ફાઇનાન્સ, હીરો ફિનકોર્પ, માસ ફાઇનાન્શિયલ, મુથૂટ ફિનકોર્પ, અને TVS ક્રેડિટ વચ્ચે પ્રતિ શાખા રૂપિયા 14.41 કરોડ સાથે ત્રીજું સૌથી વધુ AUM ધરાવતું હતું અને 40.3% ની CAGR સાથે શાખાઓમાં સૌથી ઝડપી વૃદ્ધિ 2022 થી 2024 સુધી કરી હતી.આ ઈશ્યૂ બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ઓફરના 50% થી વધુ ક્વૉલિફાઈડ સંસ્થાકીય રોકાણકારોને ફાળવણી માટે, નેટ ઓફરના 15% કરતા ઓછી નહીં બિન-સંસ્થાકીય રોકાણકારોને ફાળવણી માટે અને રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઓફરના 35% હિસ્સો ઉપલબ્ધ રહેશે. હેમ સિક્યોરિટીઝ લિમિટેડ એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને લિન્ક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈશ્યૂના રજિસ્ટ્રાર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)