Mankind Pharmaના IPOને રિટેલ રોકાણકારોનો નબળો પ્રતિસાદ, ક્યુઆઈબીના સથવારે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ
ગ્રે માર્કેટમાં બિનસત્તાવાર પ્રિમિયમ રૂ. 40 આસપાસ મૂકાય છે. શેર એલોટમેન્ટ 3જી મે એ
અમદાવાદ, 27 એપ્રિલઃ શેરદીઠ રૂ. 1ની મૂળકિંમત અને શેરદીઠ રૂ. 1026-1080ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં મેનકાઇન્ડ ફાર્માના આઇપીઓમાં રિટેલ રોકાણકારોએ ખાસ ઉત્સાહ દર્શાવ્યો નથી. ફાર્મા સેગમેન્ટની ટોચની કંપનીઓ પૈકીની એક મેનકાઈન્ડ ફાર્માનો રૂ. 4326.36 કરોડનો IPO ઈશ્યૂ ગુરુવારે અંતિમ દિવસે કુલ 15.32 ગણો ભરાયો હતો. મેનકાઈન્ડ ફાર્માને રિટેલ રોકાણકારો તરફથી નબળો પ્રતિસાદ મળવા સાથે રિટેલ પોર્શ 0.91 ગણો ભરાયો હતો. જ્યારે ક્યુઆઈબી પોર્શન 49.16 ગણો ભરાવાના સથવારે IPO ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. મેનકાઈન્ડ ફાર્માની ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 1026-1080 સામે ગ્રે માર્કેટમાં બિનસત્તાવાર પ્રિમિયમ રૂ. 40થી 45 આસપાસ બોલાઈ રહ્યા હતા. IPOના શેરનું એલોટમેન્ટ 3જી મેના રોજ થશે. મેનકાઈન્ડ ફાર્મા IPOનું મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ 8મે એ કરાવાશે.
મેનકાઇન્ડ IPO સબ્સ્ક્રિપ્શન એક નજરે
વિગત | સબ્સ્ક્રિપ્શન (X) |
ક્યુઆઈબી | 49.16 ગણો |
એનઆઈઆઈ | 3.80 ગણો |
રિટેલ | 0.91 ગણો |
કુલ | 15.32 ગણો |
(નોંધઃ સબ્સ્ક્રિપ્શન સાંજે 5.30 વાગ્યા સુધીનુ છે)