મુંબઇ, તા. ૨૭ એપ્રિલ: નીચા મથાળે ચોક્કસ કોમોડિટીમાં લેવાલીથી અમુક કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં પણ અસર જોવા મળી હતી. એનસીડેક્સ ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૫ ટનના વેપાર થયા હતા. એનસીડેક્સ ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.

એનસીડેક્સ ખાતે આજે જીરાનાં અમુક વાયદામા ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૪૦ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૩૨૮ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

એનસીડેક્સ ખાતે આજે એરંડા, કપાસિયા ખોળ, ઇસબગુલ તથા જીરૂનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે  દિવેલ, ધાણા,  ગુવાર ગમ,ગુવાર સીડ, કપાસ, હળદર તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૦૧૩ રૂ. ખુલી ૬૦૫૧  રૂ., દિવેલનાં ભાવ ૧૨૩૬ રૂ. ખુલી ૧૨૩૬ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૫૨ રૂ. ખુલી ૨૭૭૪ રૂ., ધાણા ૬૪૩૮ રૂ. ખુલી ૬૪૧૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૪૯૫ રૂ. ખુલી ૫૪૯૪ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૯૧૮  રૂ. ખુલી ૧૦૯૧૨ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૫૦૫ રૂ. ખુલી ૨૪૭૦૦ રૂ.,  જીરાનાં ભાવ ૪૧૦૦૦ રૂ. ખુલી ૪૩૦૪૫ રૂ., કપાસનાં ભાવ ૧૫૪૦.૦૦ રૂ. ખુલી ૧૫૪૧. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૭૪૪૦ ખુલી ૪૭૧૫૦ રૂ. અને હળદરનાં ભાવ  ૬૭૩૦  રૂ. ખુલી ૬૬૭૦ રૂ. બંધ રહ્યા હતા.