MAREKET LENS: NIFTY OUTLOOK: SUPPORT 15743- 15636 & RESISTANCE – 15925- 15999
By: RELIANCE SECURITIES
સતત ચોથા દિવસે નિફ્ટી- 50 એ સુધારાની મોમેન્ટમ જાળવી રાખીને સંકેત આપ્યો છે કે, ધીરે ધીરે માર્કેટ સુધારાનો ટોન ધરાવે છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. જ્યારે સેક્ટોરલ્સમાં મિક્સ ટ્રેન્ડ જોવા સાથે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ પણ રહ્યો હોવાના કારણે ઓવરઓવલ માર્કેટ સામાન્ય રોકાણકારોને હજી સુસ્ત જણાઇ રહ્યું હશે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ શોર્ટટર્મ માટેનો ટ્રેન્ડ ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર પોઝિટિવ દર્શઆવે છે. અગાઉ જણાવ્યા અનુસાર અંડરગોઇંગ પોઝિટિવ મોમેન્ટમ જળવાઇ રહેવા સાથે નિફ્ટી એકવાર 16200 ક્રોર કરે અને ત્યારબાદ 16500 માટે સજ્જ બને તેવું જણાય છે. જોકે, બજાર ઘટે તો નીચામાં 15700 પોઇન્ટનું સપોર્ટ લેવલ જણાય છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ: 33515 અ 33388, રેઝિટન્સ: 33757 અને 33872 પોઇન્ટસ
બેન્ક નિફ્ટીએ 33700- 33800 પોઇન્ટના મહત્વના સપોર્ટ લેવલ્સ વાયોલેટ કર્યા પછી તેની નીચે ચાલી રહ્યો છે. અગાઉની રાઇઝિંગ ટ્રેન્ડને પણ વાયોલેટકર્યા બાદ નિફ્ટીને અંડર પરફોર્મ કરી રહ્યો છે. અવરલી ટેકનિકલ ચાર્ટ પણ નેચરલ જણાય છએ. સેક્ટોરલ બ્રેડ્થ પણ નેગેટિવ જણાય છે. જો બેન્ક નિફ્ટી 33700- 33800ની નીચે જાય તો વધુ ઘટાડાની શક્યતા અવગણી શકાય નહિં. જેમાં બેન્ક નિફ્ટી 33400- 33000 પોઇન્ટ સુધી ઘટવાની શક્યતા રહેલી છે. તેને ધ્યાનમાં રાખી ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સે સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ છે.
(વિશેષ નોંધઃ અત્રે આપવામાં માહિતી માત્ર આપની જાણકારી માટે છે. તેમાં શરતચૂક હોઇ શકે છે. માટે વાચક મિત્રોએ યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહના આધારે કોઇપણ નિર્ણય લેવો. નહિં, તો નુકસાન થઇ શકે છે)
NIFTY | 15850 | BANK NIFTY | 33642 | IN FOCUS | |
S-1 | 15743 | S-1 | 33515 | STOCK IN FOCUS | PRINCE PIPES |
S-2 | 15636 | S-2 | 33388 | INTRADAY PICK | JK CEMENT |
R-1 | 15925 | R-1 | 33757 | INTRADAY PICK | ASTRAL |
R-2 | 15999 | R-2 | 33892 | INTRADAY PICK | AUROPHARMA |