અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ ગુરૂવારે નિફ્ટીએ  26216.05 બંધ આપીને 26250.90નો નવો રેકોર્ડ હાઇ બનાવી ક્લોઝ પણ 26200 ઉપર આપી નિફ્ટીએ 211.90 પોઇન્ટ્સ, 0.81%નો દૈનિક વધારો નોંધાવ્યો હતો. સેન્સેક્સ 85,930.43નો રેકોર્ડ હાઇ બનાવી 85836.12ના સ્તરે 666.25,0.78% વધીને બંધ રહ્યો હતો. સપ્ટેમ્બર વલણમાં નિફ્ટી 1064 પોઇન્ટ્સ, 4.23% વધ્યો હતો.

નિફ્ટી સેન્સેક્સ નવા શીખરે, ઓક્ટોબરમાં ટ્રેન્ડનો મદાર કંપની રિઝલ્ટો પર  

સપ્ટેમ્બરના આ સુધારાના પગલે ઓક્ટોબરમાં ટ્રેન્ડ કેવો રહેશે એવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. એનો વન લાઇનર જવાબ છે- સપ્ટેમ્બર ત્રિમાસિકના કંપની પરિણામો અને તેના એનાલીસીસ પરથી ફંડામેન્ટલ એનાલિસ્ટો કેવું તારણ કાઢે છે એ બાબત પર ટ્રેન્ડ નિર્ભર રહેશે. સેન્સેક્સ 666 પોઈન્ટ વધીને 85836, નિફ્ટી ફિફ્ટી 212 પોઈન્ટ સુધરી 26216 અને નિફ્ટી બેંક 274 પોઈન્ટના ગેઇને 54375 બંધ હતા. નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વીસીસ ઇન્ડેક્સ 167.70,0.67% ના ગેઇને 25155.45 તો નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી પોણો ટકો સુધરીને 569.     55 પોઇન્ટ્સ વધી 77086.95ના સ્તરે વિરમ્યા હતા. જોકે નિફ્ટી મિડકેપ સિલેક્ટ એકાદ પોઇન્ટની મામૂલી નરમાઇએ 13258.60 બંધ હતો.

ઓટો શેરો ફર્સ્ટ ગીયરમાં, મેટલ્સની સુધારાના પંથે આગેકૂચ

એનએસઇના 77માંથી 62 ઇન્ડેક્સો પ્લસમાં વિરમ્યા તેમાં નિફ્ટી ઓટોએ 27526.35નો નવો ઓલ ટાઈમ હાઈ બનાવી 27496 અને  મેટલ ઈન્ડેક્સમાં વધુ  2.13%નો સુધારો જોવાતા એ 9985ના સ્તરે બંધ હતો. ચીને અર્થતંત્રને પુનઃ ધમધમતું કરવા કરેલી જાહેરાતઓએ રોકાણકારોના વિશ્વાસમાં ઘણો વધારો કર્યો છે, પરિણામે વૈશ્વિક બજારોમાં, ખાસ કરીને એશિયન ઇન્ડેક્સોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ઉપરાંત યુએસના આર્થિક ડેટાને લઇને પણ બજારો આશાવાદી દૃષ્ટિકોણ ધરાવે છે. ઘર આંગણે વધુ વિકાસલક્ષી સરકારી માળખાકીય ખર્ચને કારણે નાણાકીય વર્ષ 2025ના સેકન્ડ હાફમાં કોર્પોરેટ કમાણીમાં મજબૂત રિકવરીની આશા એનાલિસ્ટો રાખે છે.

ટાટા મોટર્સમાં જેએલઆર ઇફેક્ટ

હમણા જોકે  રેલીનું નેતૃત્વ લાર્જ-કેપ શેરો કરે છે કેમ કે  મિડ અને સ્મોલ કેપ્સમાં ઓલરેડી સારી એવી ઊંચાઇ જોવાઇ ગઇ હોવાથી તુલનાએ લાર્જકેપ્સ વધુ વાજબી મૂલ્ય ધરાવે છે. ઓટો સ્ટોક્સમાં આ મહીનાના મન્થલી સેલ્સ ડેટા આવતા સપ્તાહે જાહેર થાય તે પૂર્વે જ મારુતિ સાડા ચારટકા સુધરી રૂ. 13359, મહીન્દ્ર એન્ડ મહીન્દ્ર  2.52% વધી રૂ. 3169 અને ટાટા મોટર્સે ઇવી ઉત્પાદન યોજના માટે JLRના £50 કરોડના રોકાણની યોજના જાહેર કરવાના કારણે 2.83% સુધરી રૂ. 991 બંધ હતો. જોકે યુબીએસના સેલ કોલના પગલે હીરો મોટો એક ટકો ઘટીને રૂ. 6039 બંધ રહ્યો હતો. ટોપ નિફ્ટી ગેઇનર્સમાં ગ્રાસીમ સવા ત્રણ ટકા સુધરી રૂ. 2747 અને શ્રીરામ ફાઇનાન્સ પોણા ત્રણ ટકાના ગેઇને રૂ. 3622 રહ્યા હતા. બજાજ ફિનસર્વે રૂ. 1988.25ની નવી ઊંચાઇ દેખાડી અઢી ટકા સુધરી 1978 બંધ આપ્યુ હતુ.   L&Tનો શેર HSBCના ડાઉનગ્રેડના કારણે અને ટારગેટ ભાવ તેમણે ઘટાડીને 3,500 આપ્યું હોવાથી 0.89% ઘટી ગુરૂવારે નિફ્ટી લુઝર્સના લીસ્ટમાં આવી રૂ. 3760 બંધ આપ્યુ હતુ.

નિફ્ટીમાં ટ્રેન્ટ અને ભારત ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થશે તો સામે દિવીસ લેબ અને એલટીઆઇ માઇન્ડ ટ્રી નિફ્ટીમાંથી વિદાય લેશે

નિફ્ટીમાં ટ્રેન્ટ અને ભારત ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થશે તો સામે દિવીસ લેબ અને એલટીઆઇ માઇન્ડ ટ્રી નિફ્ટીમાંથી વિદાય લેશે. જોકે આ બેઉ શેર હવે નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીમા આવી જશે.  Citi ની પોઝિટિવ બ્રોકરેજ નોટના લીધે ટ્રેન્ટ 3% વધી રૂ. 7840 બંધ રહ્યો હતો. ટાટા જૂથની આ કંપની બીએસઇ અને એનએસઇમાં સર્વીલન્સ હેઠળ છે.

બજાર નવા હાઇ બનાવતું જાય અને લોઅર ટોપ પણ ન બનાવ્યું હોય ત્યારે ડરના માર્યા ઊંચા લેવલે પાર્શીયલ પ્રોફીટ બુકીંગની સલાહ સામે સવાલિયા નિશાન મુકાયા છે. બુધવારે આ કોલમમાં જણાવ્યાનુસાર એફએન્ડઓ ડેટા મુજબ નિફ્ટી માટે 26200 રેસીસ્ટન્સ લેવલ અને 25800 સપોર્ટ લેવલ હતા. નિફ્ટીએ એ રેસીસ્ટન્સ લેવલ આસપાસ જ હવાલો આપી એફએન્ડઓ ડેટાની વિશ્વસનીયતા વધારી છે. એચડીએફસી બેન્કે દશેરાના દિવસે જ ઘોડું ન દોડે એમ તેના બાવન સપ્તાહના 1794ના હાઇ તરફ દોડવાના બદલે ચાર રૂપિયા સુધરી 1783 બંધ આપ્યુ હતુ.

નિફ્ટીના 41(30) શેર વધ્યા અને 9(20) ઘટ્યા હતા

નિફ્ટીના 41(30) શેર વધ્યા અને 9(20) ઘટ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 29(12), નિફ્ટી બેન્કના 12માંથી 10(4), નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વીસના 20માંથી 16(9) અને મિડકેપ સિલેક્ટના 25માંથી 13(9) શેરો સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 28(20) અને બેન્કેક્સના 10માંથી 8(4) શેરો વધ્યા હતા.  એનએસઇના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2866(2877) ટ્રેડેડ શેરોમાંથી 1200(1198) વધ્યા, 1589(1596) ઘટ્યા અને 67(83) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઇ 127(135) શેરોએ અને નવા લો 44(34) શેરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કીટે 87(101) તો નીચલી સર્કીટે 88(76) શેરો ગયા હતા.

આ શેરોમાં આ ન્યુઝ-ઇવેન્ટની અસર

ઇઝમાયટ્રીપ 3દિવસના ઘટાડાના દોરમાંથી આજે બહાર આવ્યો હતો. ભાવ 6.70% વધી રૂ. 36.32 બંધ હતો.વેદાંતા 8 ઓક્ટોબરે FY25 માટે ચોથા વચગાળાના ડિવિડન્ડ પર વિચાર કરશે એવા બુધવારે આવેલા સમાચારની અસરે સ્ટોક 4.77% વધુ વધી રૂ. 503 થઇ ગયો હતો. રિલાયન્સ પાવર ગુરૂવારે પાંચ ટકાની ઉપલી સર્કીટે રૂ. 44.15 બંધ હતો. આ શેર પણ સર્વીલન્સ હેઠળ છે. એનસીએલટીમાં કંપની વિરૂદ્ધ થયેલી એક એસેટ મેનેજમેન્ટ કંપનીને અરજી પાછી ખેંચવાની ટ્રીબ્યુનલે મંજૂરી આપી હોવાની સાનુકૂળ અસર જોવાતી હતી. 18મી સપ્ટેમ્બરથી આ શેર રોજ ઉપલી સર્કીટે 5 ટકા વધીને બંધ રહ્યો છે. ક્રોમ્પ્ટનમાં નજીકના ભવિષ્યમાં માંગ નરમ રહેશે એવા અહેવાલોએ 5 ટકા તૂટી શેર 420ની સપાટીએ વિરમ્યો હતો. પેન અને સ્ટેશનરીની કંપની લિંકે મિત્સુબિશી સાથે સંયુક્ત સાહસનો નિર્ણય કંપનીના બોર્ડે લીધો તેથી ભાવ 4%ના ગેઇને રૂ. 752 બંધ હતો.

ઇન્ડીયન એનર્જી એક્સચેન્જ Investec તરફથી  કંપનીનું સારું ભાવિ દર્સાવતો કૉલ આવતાં ભાવ સાડાત્રણ ટકા વધી રૂ. 209 થઇ ગયો હતો.બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં 6 દિવસથી ચાલતો ઘટાડાનો દોર અટકયો હતો, ભાવ બે ટકા વધી રૂ. 157.89 બંધ હતો. 16મી સપ્ટેમ્બરે લીસ્ટીંગના દિવસે જોવાયેલ રૂ. 146ના સૌથી નીચા ભાવથી શેર નીચે ગયો નથી તેથી ગુરૂવારના રૂ. 150.40ના લો ભાવને મહત્વ આપવું જોઇએ કેમ કે એ ભાવે લીસ્ટીંગના દિવસનું ઓપનીંગ નક્કી થયુ હતુ. 

હવાલાના દિવસે FII+DIIની નેટ લેવાલી

ગુરૂવારે એફઆઇઆઇની રૂ. 629.96 કરોડની નેટ લેવાલી અને ડીઆઇઆઇની પણ રૂ. 2405.12 કરોડની નેટ લેવાલી જ રહેતાં  ટોટલ રૂ. 3035.08 કરોડની નેટ લેવાલી કેશ સેગ્મન્ટમાં જોવા મળી હતી.  બીએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 477.16(475.25) લાખ કરોડના સ્તરે હતુ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)