BY RELIANCE SECURITIES

સોમવારે નિફ્ટી-50એ તેની અતિ મહત્વની 15700 પોઇન્ટની રેઝિસ્ટન્સ કૂદાવવામાં સફળતા મેળવવા સાથે 11 દિવસની ટોચે રહ્યો છે. ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ પોઢઇટિવ રહેવા સાથે મોટા ભાગના સેક્ટોરલ્સ પણ પોઝિટિવ રહ્યા છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે માર્કેટ શોર્ટટર્મ માટે સુધરી શકે છે. નિફ્ટી જો આજે દિવસ દરમિયાન 15700 પોઇન્ટની સપાટી જાળવવામાં  સફળ રહેશે તો સુધારામાં 16200 પોઇન્ટ સુધી આગળ વધવાની શક્યતા છે. ત્યારબાદ 16500નો આશાવાદ રાખી શકાય. ઘટાડાની ચાલમાં નિફ્ટી માટે 15300 અને ત્યારબાદ 15200 પોઇન્ટ મહત્વની ટેકાની સપાટીઓ ગણીને ઇન્ટ્રા-ડે ટ્રેડ માટેની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.

ઇન્ટ્રા-ડે ટ્રેડઃ મહત્વની ટોકાની સપાટીઓ 15789 અને 15746 પોઇન્ટ, મહત્વની રેઝિસ્ટન્સ 15901 અને 15970 પોઇન્ટ

બેન્ક નિફ્ટી ઇન્ટ્રા-ડે આઉટલૂકઃ  મહત્વની ટેકાની સપાટીઓ 33649 અને 33486 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ 34061 અને 34310 પોઇન્ટ

બેન્ક નિફ્ટીએ પણ 11 દિવસનું ટોપ નોંધાવ્યું છે. જોકે તે નિફ્ટીને અંડર પરફોર્મ કરી રહ્યો છે. ખાસ કરીને હેવી વેઇટ્સમાં જોવા મળી રહેલા પ્રોફીટ બુકિંગનું પરીણામ છે. હવે 33700- 33800 પોઇન્ટની અગાઉની રેઝિસ્ટન્સ સપાટી જોકે સપોર્ટ લેવલ્સ બની ચૂકી છે. તે જોતાં સુધારાની શક્યતામાં 34800- 35400- 36000 પોઇન્ટની સપાટીઓ સુધારાની આગેકૂચ માટે રેઝિસ્ટન્સ ગણવી. જો સપોર્ટ ઝોનની નીચે ઉતરે તો 33400ની સપાટીને મેજર સપોર્ટ ગણવી.

માર્કેટ લેન્સ એટ એ ગ્લાન્સ

NIFTY15832BANK NIFTY33811IN FOCUS 
S-115789S-133649IN FOCUSRK FORG
S-215746S-233486INTRADAY PICKAMBUJA CEM.
R-115901R-134061INTRADAY PICKSUM PHARMA
R-215970R-234310INTRADAY PICKEICHERMOTOR

ઈન્ડિયન ઓઈલ: બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જારી

ઈન્ડિયન ઓઈલ પોતાના શેર હોલ્ડર્સને બે શેર ઉપર એક બોનસ શેર જારી કરશે. જેની રેકોર્ડ ડેટ 1 જુલાઈ નિર્ધારિત કરવામાં આવી છે. 2021-22 માટે શેરદીઠ રૂ. 3.60નું પ્રિ બોનસ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. બોનસ બાદ ફાઈનલ ડિવિડન્ડની વેલ્યૂ 2.40 પ્રતિ શેર થશે. ફાઈનલ ડિવિડન્ડ માટે હાલ કોઈ રેકોર્ડ ડેટ નક્કી થઈ નથી.