નિફ્ટી-50એ ફરી એકવાર 15700ને સલામી આપી છે. આ લેવલ જાળવી રાખવા સાથે મેજર ઇન્ટ્રા-ડે લોસને કવર કરી લીધી છે. ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડ ફોર્મ કરવા સાથે 15700ની સપાટી ટકાવી રાખી છે તે રાહતની બાબત છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ હાઇ વોલેટિલિટી સાથે 15650- 15850 વચ્ચેની રેન્જમાં નિફ્ટી રમે રાખે તેવો સંકેત આપી રહ્યા છે. 15850 ઉપરની ચાલ નિફ્ટીને 16000નું લેવલ ક્રોસ કરાવી શકે છે. ત્યારબાદ 16200 પણ જોવા મળી શકે. નીચામાં મહત્વના સપોર્ટ 15400- 15350 ગણીને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી નક્કી કરવી.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 33163- 33055, રેઝિસ્ટન્સ 33400- 33530.

બેન્ક નિફ્ટીએ ગઇકાલે જણાવ્યા અનુસાર તેનું મહત્વનું 33700- 33800 પોઇન્ટનું સપોર્ટ લેવલ વાયોલેટ કરવી સાથે 4 દિવસની નીચી સપાટી નોંધાવી છે. નિફ્ટીને અંડરપરફોર્મ કરવા સાથે નેગેટિવ નોટ સાથે બંધ રહ્યો છે. મન્થલી ડેરિવેટિવ એક્સપાયરીને ધ્યાનમાં લેતાં 32900 અને 33500ના લેવલ્સ મહત્વના ગણી શકાય. જો આ રેન્જ વાયોલેટ થાય તો નીચામાં 32650 અને 32400ના લેવલ્સ પણ જોવા મળી શકે. માટે તેલ જુઓ અને તેલની ધાર જૂઓની નીતિ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ છે.

NIFTY15799BANK NIFTY33163STOCK IN FOCUS 
S-115704S-133163STOCK IN FOCUSMINDAIND
S-215609S-233055INTRADAY PICKTORRENT PH.
R-115878R-133400INTRADAY PICKAARTIIND
R-215957R-233530INTRADAY PICKCUMMINS