અમદાવાદ, 1 નવેમ્બરઃ નિફ્ટી-50એ 19250 પોઇન્ટનું રેઝિસ્ટન્સ લેવલ ફરી એકવાર ક્રોસ કરવામાં નિષ્ફતા મેળવી છે. એટલું જ નહિં ઇન્ટ્રા-ડે હાઇ સામે 200 પોઇન્ટનું ગાબડું નોંધાવ્યું છે. શોર્ટરન માટે નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 19000- 18950 જણાય છે. યુએસ ફેડના વ્યાજદરનું ફેફરું વારંવાર માર્કેટ મોમેન્ટમને ખરડવા આવી જાય છે. મોટાભાગનો બજાર વર્ગ એ જાણે જ છે કે, વ્યાજદરમાં વધારાની શક્યતા શૂન્ય આસપાસ છે. છતાં સામાન્ય જનમાનસ વેચવાલીનું બની રહ્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટમાં અપટ્રેન્ડ માટે વધુ સ્કોપ છે. નિફ્ટી સપોર્ટ 19013- 18946, રેઝિસ્ટન્સ 19190- 19301 લેવલ્સ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ રિલાયન્સ સિક્યુરીટીઝ તરફથી મળી રહી છે.

બેન્ક નિફ્ટી માટે ટેકનિકલ એનાલિસિસ સૂચવે છે કે, 43300 પોઇન્ટની હાઇ રેન્જમાં રહેવામાં નિષ્ફળ ગયેલો બેન્ક નિઉટી વીકલી એક્સપાયરીના કારણે થોડો દબાયેલો રહ્યો હતો.

200 દિવસીય એવરેજની ઉપર ક્રોસ ઓવર અ પોઝિટિવ મોમેન્ટમ છતાં 42500 પોઇન્ટની મહત્વની સપોર્ટ લાઇ ધ્યાનમા રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટસ્ આપી રહ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)