માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21359- 21265, રેઝિસ્ટન્સ 21526- 21599, ઇન્ટ્રા-ડે વોચઃ ડાબર, ICICI PRU., આઇશર મોટર્સ
અમદાવાદ, 20 ડિસેમ્બરઃ આગલાં દિવસનો લોસ સરભર કરવા સાથે નિફ્ટી-50એ સુધારાની ચાલ જારી રાખી છે. પરંતુ 21700 પોઇન્ટની સપાટી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સને સલાહ મળી રહી છે. જો અને તોની સ્થિતિમાં સપોર્ટ 21359- 21265, રેઝિસ્ટન્સ 21526- 21599 ધ્યાનમાં રાખવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ અહેવાલમાં દર્શાવાઇ છે. ટેકનિકલી આરએસઆઇ હાયર રેન્જથી રિવર્સલનો સંકેત આપે છે. જ્યારે અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ ઓવરબોટ ઝોનમાં હોવાનું ડેઇલી ચાર્ટ ઉપરથી જોવા મળી રહ્યું છે.
ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ટેકનિકલી સાઉન્ડ જણાય છે. પરંતુ એકવાર 2620નું લેવલ ક્રોસ કરે તો 2635-2665- 2687- 2720ના લેવલ્સ સ્ટોપલોસ સાથે ધ્યાનમાં રાખવા સલાહ મળી રહી છે. અન્ય શેર્સ પૈકી ઇરેડા, વીપ્રો, એચસીએલ ટેકનો., આસ્ટ્રાલ, એનટીપીસી, આરવીએનએલ, ગ્લેનમાર્ક, એલટીઆઇ માઇન્ડટ્રી પણ વોચ રાખવા જેવાં હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવે છે.
બેન્ક નિફ્ટીઃ બ્રોડર માર્કેટને અન્ડર પરફોર્મ કરવા સાથે બેન્ક નિફ્ટી 48200 પોઇન્ટના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલે આવીને ઊભો છે. ગત સપ્તાહનો 47400 પોઇન્ટનો વીકલી લો પણ રિવર્સલ પોઇન્ટ બનવા સાથે 46200 પોઇન્ટના અગાઉના ટોપ નજીક જવાની શક્યતા ટેકનિલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)