અમદાવાદ, 19 ઓગસ્ટઃ શુક્રવારે માર્કેટમાં જોવા મળેલી બાઉન્સબેકની સ્થિતિ ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સ માટે અણધારી હતી. શુક્રવારના ઉછાળાના કારણે નિફ્ટી બે અઠવાડિયાના કોન્સોલિડેશનને પગલે, 16 ઓગસ્ટના રોજ 1.7 ટકાના વધારા સાથે તમામ કી મૂવિંગ એવરેજથી ઉપર ચઢીને બજાર ઝડપથી બાઉન્સબેક થયો છે. નિફ્ટી નિર્ણાયક રીતે 24,500ની ઉપર બંધ રહ્યો હતો. જો ઇન્ડેક્સ આ સ્તરથી ઉપર જાળવવામાં વ્યવસ્થા કરે છે, તો 24,700 (5 ઓગસ્ટના મંદી ગેપનો ઉપલો છેડો) અપર લેવલથી તાત્કાલિક રેઝિસ્ટન્સ હોવાનું જણાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તેની નીચે, 24,300-24,200 રેન્જ સપોર્ટ ઝોન તરીકે ગણવાની સલાહ મળી રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટીએ આઠ દિવસના હાઇ સાથે બંધ આપ્યું છે. પોઝિટિવ મોમેન્ટમ સાથે રેઝિસ્ટન્સ લેવલ 24400 ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરવાની સલાહ મળી રહી છે.

નિફ્ટીઃ સપોર્ટઃ 24299- 24214- 24077, રેઝિસ્ટન્સ 24574- 24659- 24796

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 50004-49816- 49512, રેઝિસ્ટન્સ 51078- 51512

સ્ટોક્સ ટૂ વોચઃ RELIANCE, JIOFINANCE, SBIN, TATACOM, APOLLOTYRE, INFOSYS, ICICI, HDFCBANK,  

સેક્ટર્સ ટૂ વોચઃ આઇટી- ટેકનોલોજી, હેલ્થકેર, એનર્જી, ગ્રીન એનર્જી, રેલવે, ડિફેન્સ, ફર્ટિલાઇઝર્સ

ઇન્ડિયા VIX: 15 માર્કની નીચે તેમજ 200-દિવસના EMA સ્તરની નીચે બંધ થયો, જેણે બુલ્સ માટે વલણને અનુકૂળ બનાવ્યું છે. પરંતુ જ્યાં સુધી વોલેટિલિટી 15ની નીચે રહેશે ત્યાં સુધી તેજી કમ્ફર્ટ ઝોનમાં રહી શકે છે. ઈન્ડિયા VIX 15.44 સ્તરોથી 6.69 ટકા ઘટીને 14.4 થઈ ગયો છે.

Securities in F&O Ban

AARTIINDABFRL
BANDHANBNKBIOCON
CHAMBLFERTGNFC
GRANULESINDIACEM
INDIAMARTLICHSGFIN
MANAPPURAMNMDC
PELPNB
RBLBANKSAIL
SUNTV 

F&O Banમાંથી દૂર કરાયેલા શેર્સઃ Aditya Birla Capital, Birlasoft

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)