અમદાવાદ, 15 મેઃ ભારતીય શેરબજારોએ ગૃહમંત્રી અમિત શાહના સ્ટેટમેન્ટ બાદ ફરી સુધારાની ચાલ પકડી છે. નિફ્ટીએ 21,800ની આસપાસના નીચા સ્તરે પહોંચ્યા પછી જે ગતિ પકડી છે, તે આગામી સત્રોમાં પણ જોવા મળે તેવી અપેક્ષા છે. 14 મેના રોજ નિફ્ટી 22300ની નજીક પહોંચ્યો હતો અને તે જ ઊંચી બાજુએ રેઝિસન્સ રહેવાની ધારણા છે. તેની ઉપર બંધ થવાથી 22,100-22,000ના સ્તરે સપોર્ટ સાથે ઇન્ડેક્સ 22,400-22,500 સુધી લઈ જઈ શકે છે, નિષ્ણાતો જણાવે છે. ટેકનિકલી હાયર હાઇ હાયર લોની રચના, વધતી સપોર્ટ ટ્રેન્ડલાઇનનો બચાવ અને મોમેન્ટમ ઇન્ડિકેટર RSIમાં અપટ્રેન્ડ એ કેટલાક મુખ્ય પરિબળો છે જેણે વેગને ટેકો આપ્યો હતો. 14 મેના રોજ, BSE સેન્સેક્સ 328 પોઈન્ટ વધીને 73,105 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 50 114 પોઈન્ટ વધીને 22,218 પર પહોંચ્યો હતો અને દૈનિક ચાર્ટ પર તેજીની કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી હતી.

ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22262- 22306 અને 22,379 પોઈન્ટ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે. જ્યારે સપોર્ટ લેવલ્સ 22118- 22073 અને 22,001 પોઈન્ટ ધ્યાનમાં રાખવા.

સ્ટોક્સ ટૂ વોચઃ ઝોમેટો, આઇઆરએફસી, જિયોફાઇનાન્સ, અદાણી પાવર, ટાટા મોટર્સ, એચએએલ, ટાટાપાવર, હુડકો, અદાણી એન્ટરપ્રાઇસ, કોચિન શીપયાર્ડ, સિમેન્સ, રેડિકો, હિન્દાલકો

સેક્ટર્સ ટૂ વોચઃ કન્સ્ટ્રક્શન, કેપિટલ ગુડ્સ, મેટલ્સ, હેલ્થકેર, સિલેક્ટિવ બેન્કિંગ- ફાઇનાન્સ

બેન્ક નિફ્ટીઃ રેઝિસ્ટન્સ લેવલ્સ 47927- 48005 અને 48131 પોઇન્ટ

બેન્ક નિફ્ટીએ પણ બજારના અપટ્રેન્ડમાં ભાગ લીધો હતો, જે 105 પોઈન્ટ વધીને 47,859 પર પહોંચ્યો હતો અને ડેઇલી ચાર્ટ પર તેજીની કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી હતી. તે જોતાં એવું કહી શકાય કે, બેન્કિંગ ઇન્ડેક્સ 48,130 – 48,480 સુધી પોઝિટિવ ટ્રેન્ડ ચાલુ રાખી શકે છે જે ફિબોનાકી રીટ્રેસમેન્ટ સ્તરો છે. ટેકનિકલી બેંક નિફ્ટી ઈન્ડેક્સ માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 47927- 48005 અને 48131 પોઇન્ટ અને સપોર્ટ લેવલ્સ 47676- 47598 અને 47,472 ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.

FII અને DII પ્રવાહઆજે પરિણામો
FIIએ રૂ. 4,065.52 કરોડના શેર વેચ્યા હતા. DII એ 14 મેના રોજ રૂ. 3,527.86 કરોડના સ્ટોકમાં ખરીદીનો ટેકો આપ્યો હતોપાવર ફાઇનાન્સ કોર્પોરેશન, LIC હાઉસિંગ ફાઇનાન્સ, ડિક્સન ટેક્નોલોજીસ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, જિંદાલ સ્ટેનલેસ, જ્યોતિ લેબ્સ, મેનકાઇન્ડ ફાર્મા, મેડી આસિસ્ટ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)