અમદાવાદ, 8 મેઃ

ભારતીય શેરબજારો ફરી કરેક્શન મોડમાં આવી રહ્યા છે. નિફ્ટી માટે 22300 પોઇન્ટની સપાટી જાળવી રાખે છે કે, તોડે છે. તે સવારના ટ્રેન્ડમાં જાણ થઇ જ જશે. પરંતુ રોકાણકારોએ નવું લેણ કરવામાં હમણાં સાવચેતી રાખવાની સલાહ બજાર નિષ્ણાતો આપી રહ્યા છે. ચાલુ કોન્સોલિડેશન આગામી સત્રોમાં 22,150, વધતી ચેનલના નીચા છેડે અને 22,000 માર્ક પર મુખ્ય સપોર્ટ સાથે આગામી સત્રોમાં ચાલુ રહેવાની ધારણા છે, પરંતુ જો નિફ્ટી 22,300નો બચાવ કરવામાં મેનેજ કરે છે, તો 22,400 પર તાત્કાલિક રેઝિસ્ટન્સની શક્યતા છે. ત્યારબાદ 22,500 પોઇન્ટ મહત્વનું રેઝિસ્ટન્સ હોવાનું જણાય છે. 7 મેના રોજ, BSE સેન્સેક્સ 384 પોઈન્ટ ઘટીને 73,512 પર, જ્યારે નિફ્ટી 50 140 પોઈન્ટ ઘટીને 22,303 પર અને ડેઇલી ચાર્ટ પર નાની લોઅર શેડો સાથે લાંબી બેરીશ કેન્ડલસ્ટિક પેટર્ન રચી છે. નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22327- 22510 અને 22612 પોઈન્ટ ધ્યાનમાં રાખવા જ્યારે સપોર્ટ લેવલ્સ 22243 -22179- 22078 પોઈન્ટ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.

રિલાયન્સ સિક્યુરિટીઝના ડેઇલી ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 22190- 22078 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22457- 22612 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.

સ્ટોક્સ ટૂ વોચઃ પીબી ફીનટેક, પીસીબીએલ, કારટ્રેડ, બજાજકન્ઝ્યુમર, જિંદાલશો, એચપીસીએલ, ગેઇલ, મેટ્રોપોલીસ, લાલપેથલેબ, જેડબલ્યૂએલ, જિયોફાઇનાન્સ, હુડકો, એનએચપીસી, ભેલ, ઝોમેટો, આઇઆરએફસી, ટાઇટન, ઇરેડા, આરબીએલબેન્ક, ટાટાપાવર

સેક્ટર્સ ટૂ વોચઃ એફએમસીજી, ડાયગ્નોસ્ટીક્સ, ઓઇલ, એનર્જી, ગ્રીન એનર્જી, આઇટી, ટેકનોલોજી

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ લેવલ્સ  48198- 48007- 47698 પોઇન્ટની સપાટીઓ

બેન્ક નિફ્ટી 610 પોઈન્ટ્સ અથવા 1.25 ટકા ઘટીને 48,285 પર પહોંચી ગયો હતો, જે સતત પાંચમા સત્રમાં નીચે તરફ આગળ વધ્યો હતો અને ડેઇલી ચાર્ટ પર લોંગ બેર કેન્ડલની રચના કરી હતી. બેંક નિફ્ટી 20-દિવસની મૂવિંગ એવરેજ (48,410) ની નીચે બંધ થયો જે નબળાઈની નિશાની છે. બેંક નિફ્ટી ઈન્ડેક્સ  માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 48360- 49008- 49317પોઇન્ટ્સ ધ્યાનમાં રાખવા જ્યારે સપોર્ટ લેવલ્સ  48198- 48007- 47698 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.

FII અને DII ડેટાNSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 7 મેના રોજ રૂ. 3,668.84 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 7 મેના રોજ રૂ. 2,304.50 કરોડનું રોકાણ કર્યું હતું, એમ NSEના કામચલાઉ ડેટા દર્શાવે છે.NSE એ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, બલરામપુર ચીની મિલ્સ, બાયોકોન, GMR એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વોડાફોન આઈડિયા અને SAIL ને 8 મે માટે F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)