માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23342- 23284 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 23469-23538 પોઇન્ટ
અમદાવાદ, 14 જૂનઃ સેન્સેક્સ અને નિફ્ટી 50, વૈશ્વિક બજારોમાં મજબૂત પ્રદર્શનને પગલે ગુરુવારે ઐતિહાસિક ટોચે બંધ રહ્યા હતા. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સંભવિત વ્યાજ દરમાં કાપની અપેક્ષાઓ વધારતા સાનુકૂળ યુએસ ફુગાવાના અહેવાલ દ્વારા બજારના સેન્ટિમેન્ટને વેગ મળ્યો હતો. ટેક્નિકલ રીતે, દૈનિક ધોરણે નિફ્ટી ઇન્ડેક્સે બેરિશ બેલ્ટ હોલ્ડ પેટર્નની રચના કરી છે. નિષ્ણાતો સૂચવે છે કે જો ઈન્ડેક્સ 23,350ની નીચે જળવાઈ રહે તો પ્રોફિટ બુકિંગની અપેક્ષા રાખી શકાય. નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 23,000ની નજીક છે, ત્યારબાદ 22,720, જ્યાં 34-દિવસ એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ (DEMA) સપોર્ટ સ્થિત છે.
GIFT નિફ્ટીઃ 14 જૂને નિફ્ટી 50 બંધની સરખામણીમાં 22 પોઈન્ટ નીચામાં ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની ફ્લેટથી નેગેટિવ શરૂઆત સૂચવે છે. IST સવારે 07:00 વાગ્યે નિફ્ટી ફ્યુચર 23393 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 23342- 23284 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 23469-23538 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને સ્ટોક સ્પેસિફિક સ્ટોપલોસ સાથેની ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ મળી રહી છે.
ટેકનિકલી નિફ્ટી હાયર રેન્જ રેઝિસ્ટન્સ ઝોનમાં પ્રવેશી રહ્યો છે. જ્યાં નિફ્ટી માટે 23500 પોઇન્ટની સપાટી તીવ્ર રેઝિસ્ટન્સ સૂચવે છે. આરએસઆઇ ટ્રેન્ડિંગ લાઇનથી ઉપર ટ્રેન્ડ દર્શાવે છે. પરંતું તે હાયર રેન્જથી હજી ઘણો દૂર છે.
નિફ્ટી 50 માટે મુખ્ય લેવલ્સ: સપોર્ટ 23265- 23207- 23,061, રેઝિસ્ટન્સઃ 2341- 23499- 23,645
બેંક નિફ્ટી માટે મુખ્ય લેવલ્સ: રેઝિસ્ટન્સઃ 50186- 50478- 51014, સપોર્ટઃ 49650, 49405- 48869
સ્ટોક્સ ટૂ વોચઃ SIGNATURE, PRESTIGE, RITES, NALCO, HABELLS, TATAELEXI, ZAGGLE, THOMASCOOK, GODIGIT, LTF, SENCO, BEL, MAZDOCK, COCHINSHIP, PAYTM, ZOMATO, IRB, IRFC
સેક્ટર્સ ટૂ વોચઃ ઇન્સ્યોરન્સ, ટેકનોલોજી- આઇટી, રિયાલ્ટી, મેટલ્સ, પસંદગીના પીએસયુ
FII અને DII (નેટ સેલર્સ): વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 13 જૂને રૂ. 3,033 કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ એ જ દિવસે રૂ. 553 કરોડની ઇક્વિટી વેચી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)