માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23850- 23643, રેઝિસ્ટન્સ 24306- 24556, પેનિકમાં સેલિંગ નહિં, તો પેનિકમાં ખરીદી પણ નહિં…!
અમદાવાદ, 6 ઓગસ્ટઃ મોટાભાગના બજાર નિષ્ણાતો એવી સલાહ આપતાં હોય છે કે, પેનિકમાં સેલિંગ નહિં, બાઇંગ કરો. પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડી અલગ છે. પેનિકમાં બાઇંગથી પણ દૂર રહેવાની સલાહ મળી રહી છે. એકવાર વર્લ્ડ વોરની સ્થિતિ, જિયોપોલિટિકલ ક્રાઇસિસ, વર્લ્ડ માર્કેટ્સમાં વેચવાલી, સ્થાનિક બજારમાં પ્રોફીટ બુકિંગના ચક્રવાત, વાવાઝોડા, શાંત થાય અને માર્કેટમાં સ્ટેબિલિટી જોવા મળે તે પછી જ નવી પોઝિશન માટે તૈયાર થવાની સલાહ મળી રહી છે. મંગળવારે કદાચ નાનકડો બાઉન્સબેક જોવા મળી શકે. પરંતુ તે છેતરામણો પણ હોઇ શકે.
ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ શુક્રવારે પાંચ દિવસની નીચી તો સોમવારે સીધી પાંચ સપ્તાહની નીચી સપાટીએ બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટમાં મંદીનો ફફડાટ છે. બજેટ ડેના દિવસની લો સપાટી નજીક બજાર છે. જો 23800 પોઇન્ટની સપાટી તૂટે તો સેકન્ડ રાઉન્ડ ઓફ સેલિંગ જોવા મળે તો નવાઇ નહિં લાગે. ઉપરમાં 24560 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવી. આરએસઆઇ સંપુર્ણપણે ઓવરસોલ્ડ કન્ડિશનમાં છે. મલ્ટીપલ ટાઇમફ્રેમ પણ ઉપરમાં સુધારો ટકવાની શક્યતા ઓછી હોવાનો સંકેત આપે છે.
નિફ્ટીઃ સપોર્ટ 23850- 23643, રેઝિસ્ટન્સ 24306- 24556
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 49625- 49158, રેઝિસ્ટન્સ 50653- 51215
સ્ટોક્સ ટૂ વોચઃ HDFCBANK, ZOMATO, TATAMOTORS, ICICIBANK, IREDA, PROTEAN, RVNL, SBIN, BHEL, YESBANK, PCBL
સેક્ટર્સ ટૂ વોચઃ બેન્કિંગ, ફાઇનાન્સ હેલ્થકેર, ફર્ટિલાઇઝર્સ, ડિફેન્સ, રેલવે, સિલેક્ટેડ પીએસયુ
હવે મોટો પ્રશ્ન એ છે કે શું આનાથી મિડ-કેપ અને સ્મોલ-કેપ સ્પેસમાં તેજીનો અંત આવશે જે ગયા વર્ષે શરૂ થઈ હતી અને અન્ય બાબતોની સાથે વેલ્યુએશનને લગતી ચિંતાઓ વચ્ચે પણ નવી ઊંચાઈને સ્પર્શી રહી છે.
સોમવારે BSE મિડકેપ ઇન્ડેક્સ 3.6 ટકા ઘટ્યો હતો જ્યારે BSE સ્મોલકેપ બેરોમીટર 4.21 ટકા ઘટ્યો હતો તેમ છતાં સેન્સેક્સ 2.74 ટકા ઘટ્યો હતો. બંને વ્યાપક સૂચકાંકો માટે, તે 4 જૂન પછીનો સૌથી મોટો સિંગલ-ડે ઘટાડો હતો. વધુ મહત્ત્વની બાબત એ છે કે, બંને સૂચકાંકો તેમની લાંબા ગાળાની સરેરાશની સરખામણીમાં મોંઘા મૂલ્યાંકન પર ટ્રેડ થઈ રહ્યા છે. BSE મિડકેપ ઇન્ડેક્સનો વર્તમાન એક વર્ષનો ફોરવર્ડ P/E 30.11x છે, જે તેની 10-વર્ષની સરેરાશ 25.83x ઉપર છે. એ જ રીતે, BSE સ્મોલકેપ ઇન્ડેક્સનો એક વર્ષનો ફોરવર્ડ P/E તેની 10-વર્ષની સરેરાશ 19.65xની સરખામણીમાં 25.92x છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)