માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24255- 24208, રેઝિસ્ટન્સ 24375- 24448
અમદાવાદ, 5 જુલાઇઃ નિફ્ટીએ 24401 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવ્યા બાદ ટેકનિકલી હાયર એન્ડ ઉપર દોજી કેન્ડલ રચી છે. રેઝિસ્ટન્સ લેવલ્સ અપગ્રેડ થવા સાથે 24350- 24500 પોઇન્ટની રેન્જમાં જણાય છે. છેલ્લા એક મહિનાથી ખાસ કરીને ચૂંટણી પરીણામો પછી માર્કેટમાં એકધારી તેજીની ચાલ જોવા મળી છે. આગામી થોડા દિવસ કોન્સોલિડેશન કમ કરેક્શનનો દોર જોવા મળી શકે તેવી ધારણા રિલાયન્સ રિસર્ચનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ જણાવે છે. આરએસઆઇ 70ના લેવલને ક્રોસ કરી ચૂક્યો છે એવરેજ લાઇનથી ઉપર ટ્રેડ થઇ રહેલા માર્કેટમાં નિફ્ટી 24500 અને ત્યારબાદ 24750 પોઇન્ટ માટે સજ્જ હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ દર્શાવી રહ્યા છે.
રેન્જ-બાઉન્ડ ટ્રેડ હોવા છતાં ગુરુવારે ભારતીય શેરબજારે બીજા સત્ર માટે નવી ઊંચી સપાટી નોંધાવી હતી. BSE સેન્સેક્સ પ્રથમ વખત 80,000 ની ઉપર સમાપ્ત થયો હતો, જ્યારે નિફ્ટી 16 પોઈન્ટ વધીને 24,302 પર બંધ થતાં પહેલા 24,400ની સપાટીએ પહોંચ્યો હતો. નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે ઇન્ડેક્સ 24,200 પર તાત્કાલિક સપોર્ટ જણાય છે, ત્યારબાદ 24,000 પર નિર્ણાયક સપોર્ટ આવશે, જ્યારે 24,400-24,500 ઊંચી બાજુએ રેઝિસ્ટન્સ બની શકે છે.
સ્ટોક્સ ટૂ વોચઃ ESAFSFBank, IDBIBank,RBLBank, PoonawallaFincorp, GoDigit, Raymond, MahindraLifespace, CGPower, BGREnergy, alkem, coalindia, shriramfin, mazdock, cochinship, hudco, ireda, irfc, bel
સેક્ટર્સ ટૂ વોચઃ હેલ્થકેર, ઓટો એન્સિલરી, પીએસયુ, ડિફેન્સ, રેલવે, એનર્જી, આઇટી- ટેકનોલોજી
નિફ્ટીઃ સપોર્ટ 24255- 24208, રેઝિસ્ટન્સ 24375- 24448
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 52827- 52551, રેઝિસિટન્સ 52269, 53634
ઇન્ડિયા VIX વોલેટિલિટીએ સતત ત્રણ દિવસ સુધી ડાઉનટ્રેન્ડ જાળવી રાખ્યું હતું, જે 14 જૂન પછીના સૌથી નીચા સ્તરે બંધ થયું હતું, જે બુલ્સ માટે અનુકૂળ રહે છે. ઇન્ડિયા VIX 13.2 સ્તરથી 2.65 ટકા ઘટીને 12.86 થયો.
F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ: આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, બંધન બેંક, પિરામલ એન્ટરપ્રાઇઝિસ, હિન્દુસ્તાન કોપર, ઇન્ડિયા સિમેન્ટ્સ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)