અમદાવાદ, 9 જુલાઇઃ સોમવારે ફ્લેટ ટૂ નેગેટિવ બંધ રહેવા સાથે નિફ્ટીની ઇન્સાઇડ રેન્જ નેગેટિવ રહી હતી અને માર્કેટ હવે પરીણામોની અને ચોમાસાની મોસમ ઉપર વોચ રાખી રહ્યું છે. ટેકનિકલી નિફ્ટીની રેન્જ 24200- 24400 વચ્ચેની રહેવાની શક્યતા ટેકનિકલ નિષ્ણાતો જણાવી રહ્યા છે. જો 24000ની રોક બોટમ તૂટે તો જ મોમેન્ટમ નેગેટિવ ગણવી. અન્યથા 24500 માટે માર્કેટ પૂરો પ્રયાસ કરશે તેવું બજાર નિષ્ણાતોનું માનવું છે.

સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ પર ખુલે તેવી શક્યતા છે કારણકે GIFT નિફ્ટી સવારે 24,388 ની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. ભારતીય બજારો 8મી જુલાઈના રોજ ફ્લેટ બંધ રહ્યા હતા, જે ગયા સપ્તાહના રેકોર્ડ હાઈ પરથી પાછા ફર્યા હતા. દેશની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) થી શરૂ કરીને 11 જુલાઈથી IT સેક્ટર Q1FY25 ની કમાણીની સીઝનની શરૂઆત કરવા માટે તૈયાર છે તે સાથે, હવે આગામી જૂન ક્વાર્ટરના કમાણીના અહેવાલો પર બજારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સોમવારે ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 0.05 ટકા ઘટીને 79,960.38 પોઈન્ટ પર, જ્યારે નિફ્ટી 0.01 ટકા નજીવો ઘટીને 24,320.55 પોઈન્ટ પર બંધ થયો.

 નિફ્ટીઃ સપોર્ટ 24259- 24198, રેઝિસ્ટન્સ 24363- 24406

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 52211- 51977, રેઝિસ્ટન્સ 52676- 52925

સ્ટોક્સ ટૂ વોચઃ HEROMOTOCO, LARSEN, TATA STEEL, AFFLE, INOXWIND, DIXON, EIHHOTEL, GAIL, IREDA, RVNL, IRCON, TATAMOTORS, HAL

સેક્ટર્સ ટૂ વોચઃ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોટલ, એનર્જી, રેલવે, ડિફેન્સ, આઇટી- ટેકનોલોજી

એફઆઇઆઇ વર્સસ ડીઆઇઆઇઃ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 8 જુલાઈના રોજ રૂ. 60.98 કરોડની ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2866 કરોડની ઇક્વિટી ખરીદી હોવાથી ચોખ્ખા ખરીદદારો બન્યા હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)