અમદાવાદ, 19 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં તેજીનો આખલો ભૂરાંટો થયો છે. સેન્સેક્સ- નિફ્ટીને રોજ નવી ઊંચાઇએ પહોંચાડી રહ્યો છે. નિફ્ટીમાં સતત પોઝિટિવ મોમેન્ટમ  25000 તરફથી એકધારી આગેકૂચના કારણે સામાન્ય રોકાણકાર વર્ગ રોજ મોં વકાસીને ક્યારે કરેક્શન આવે તેની રાહ જોઇ રહ્યો છે. સામે ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સ રોજ વોલ્યૂમ્સ, વોલેટિલિટી અને સ્ટોક તેમજ સેક્ટર સ્પેસિફિક ધૂમ તેજીના તાલે ઝૂમી રહ્યા છે.

ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર રિલાયન્સ સિક્યુરિટીઝનો રિપોર્ટ સૂચવે છે કે, નિફ્ટી માટે  સપોર્ટ 24591- 24381, રેઝિસ્ટન્સ 24924- 25048 પોઇન્ટની સપાટી ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી રહી. નિફ્ટીની રેન્જ હવે 23350- 25250 વચ્ચેની જોવા મળી શકે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું કહેવું છે. આરએસઆઇ મલ્ટીપલ ટાઇમફ્રેમ આધારે ઓવરબોટ જણાય છે. તે જોતાં હાલના તબક્કે પ્રોફીટ બુકિંગની પુરી શક્યતા જણાઇ રહી છે.

નિફ્ટીઃ સપોર્ટ 24591- 24381, રેઝિસ્ટન્સ 24924- 25048

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 52265- 51910, રેઝિસ્ટન્સ 52879- 53138

સ્ટોક્સ ટૂ વોચઃ IREDA, RVNL, MOTHERSON, IRFC, HAL, MAZDOCK, BEL, TCS, NHPC, JIOFIN, SBIN, BOB, IOC, CIPLA

સેક્ટર્સ ટૂ વોચઃ ટેકનોલોજી, હેલ્થકેર, કન્ઝ્યુમર સ્ટેપલ્સ, રેલવે, પીએસયુ, ડિફેન્સ, ફર્ટિલાઇઝર્સ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)