અમદાવાદ, 27 ઓગસ્ટઃ સોમવારે સપ્તાહની શરૂઆત મજબૂત ટોન સાથે થઇ હતી. જે માસિક F&O એક્સપાયરી સપ્તાહની મજબૂત શરૂઆત દર્શાવે છે. સેન્સેક્સ- નિફ્ટી સતત આઠમા દિવસે સુધારામાં રહ્યા હતા. RSI અને MACD જેવા મોમેન્ટમ ઈન્ડિકેટર્સે પોઝિટિવ ટ્રેન્ડ જાળવી રાખ્યો હતો. ટેકનિકલ નિષ્ણાતો સૂચવે છે કે નિફ્ટી 25,100 અને પછી 25,400ના તાત્કાલિક રેઝિસ્ટન્સ લેવલ્સ તરફ આગળ વધે તે પહેલાં કેટલાક કોન્સોલિડેશનને નકારી શકાય નહીં, જ્યારે 24,950 તાત્કાલિક સપોર્ટ તરીકે વર્તે તેવી અપેક્ષા છે, ત્યારબાદ આગામી સપોર્ટ તરીકે 24,700 જોવા મળી શકે.

નિફ્ટીએ હાયરસાઇડ રેઝિસ્ટન્સ તોડવામાં આંશિક સફળતા મેળવી છે. તે સૂચવે છે કે, નિફ્ટી આગામી ચાલમાં 25300 પોઇન્ટનું લેવલ હાંસલ કરવા સક્ષમ છે. પરંતુ એકાદ કોન્સોલિડેશન જોવા મળી શકે કારણકે માર્કેટ સતત આઠ દિવસથી પોઝિટિવ મોમેન્ટમ ધરાવે છે. નીચામાં 24580 પોઇન્ટનું સપોર્ટ લેવલ ધ્યાનમાં રાખવું જે 20- ડે એવરેજ છે. આરએસઆઇ તેની એવરેજલાઇનથી ઉપર ટ્રેન્ડ કરી રહ્યો છે. અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ હાયર બેન્ડ સજેસ્ટ કરી રહ્યા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે.

ઇન્ડિયા VIX: વોલેટિલિટીએ બીજા સત્ર માટે તેનું અપટ્રેન્ડ વલણ જાળવી રાખ્યું હતું પરંતુ તે 15 માર્કથી નીચે રહ્યું હતું. તેથી, તેજીવાળાઓ માટે વલણ સાનુકૂળ રહેવાની અપેક્ષા છે. ઈન્ડિયા VIX13.55 સ્તરથી 1.79 ટકા વધીને 13.80 થયો.

STOCKS TO WATCH: RIL, JIOFINANCE, INDIGO, MEDPLUS, PAYTM, INTERARCH, SBIN, POWERGRID, BHARTIAIRTEL, HDFCLIFE

સેક્ટર્સ ટૂ વોચઃ ઇલેક્ટ્રોનિક્સ, રિટેઇલ, એનબીએફસી, મેટલ્, એનર્જી, ગ્રીન એનર્જી, આઇટી- ટેકનોલોજી, ડિફેન્સ, ફર્ટિલાઇઝર્સ, સિલેક્ટેડ રેલવે સ્ટોક્સ

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 51304- 50920, રેઝિસ્ટન્સ 51290- 51432

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)