એમજી એસ્ટર 12.5 લાખ રૂપિયાથી ઓછી કિંમતે ભારતની એકમાત્ર મિડ-સાઇઝ એસયુવી બની

ગુરૂગ્રામ, 5 જૂન : જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાની MY2025 એસ્ટર ‘બ્લોકબસ્ટર એસયુવી’ હવે ભારતની એકમાત્ર 1.5લિ મિડ-સાઇઝની એસયુવી છે, જે 10” ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે અને 12.5 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી ઓછી કિંમતમાં પેનોરેમિક સનરૂફ ઓફર કરે છે.
જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયા એસ્ટરની સમગ્ર વેરિઅન્ટ લાઇનઅપમાં એક ધોરણ તરીકે 10” ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે ઓફર કરે છે, જ્યારે પેનોરેમિક સનરૂફ ‘શાઇન‘ ટ્રીમમાંથી ઓફર કરવામાં આવે છે, જે તાજેતરમાં MY2025 એડિશન સાથે રજૂ કરવામાં આવ્યું છે. એમજી એસ્ટર 1.5લિ મિડ-એસયુવી ઓટોમેટિક સેગમેન્ટમાં એકમાત્ર વાહન છે જે તેના “શાર્પ પ્રો” ટ્રીમ સાથે 15 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં વાયરલેસ ચાર્જિંગ સુવિધા પ્રદાન કરે છે. આ ઉપરાંત, તે હીટેડ ORVMs પણ ઓફર કરે છે – ICE વાહનોમાં સેગમેન્ટ-ફર્સ્ટ સુવિધા, જેને એસ્ટરમાં આપવામાં આવ્યું છે.
આ સેગમેન્ટ-ફર્સ્ટ અને બેસ્ટ-ઇન-ક્લાસ ફીચર્સ બ્રાન્ડની તેના ગ્રાહકો પ્રત્યેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે, જે એક્સાઇટીંગ પરફોર્મંસ, સોફિસ્ટિકેશન, ટેક્નોલોજી અને ઇનોવેશનને એક પેકેજમાં મિશ્રિત કરી દે છે.
એમજી મોટર ઇન્ડિયાએ તાજેતરમાં જ તેની એસ્ટર માટે ‘બ્લોકબસ્ટર એસયુવી’ તરીકે એક નવા બોલ્ડ સ્વરૂપની જાહેરાત કરી છે. MY2025 એડિશનમાં બે નવા વેરિયન્ટ્સ – શાઇન અને સિલેક્ટ રજૂ કરવામાં આવ્યા, બંને ઘણા બધા ફીચર્સ અને ટેકનોલોજીથી ભરપૂર છે. આ બ્લોકબસ્ટર એસયુવીની શરૂઆતની કિંમત 11.30 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે અને તે VTi-TECH એન્જિન અને 1.5લિ એમટી અને સીવીટી પાવરટ્રેન સાથે ઉપલબ્ધ છે.
