MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23940- 23866, રેઝિસ્ટન્સ 24128- 24245
અમદાવાદ, 1 જુલાઇઃ ઐતિહાસિક ઊંચી સપાટીઓ સર કરી રહેલા ભારતીય શેરબજારો માટે નવું સપ્તાહ તેજીની આગેકૂચ કે કરેક્શન માટે નિર્ણાયક પૂરવાર થઇ શકે છે. નિફ્ટીએ ઓલટાઇમ હાઇ નજીક દોજી કેન્ડલની રચના સાથે ક્લોઝિંગ આપ્યું છે. જેમાં માઇનોર પુલબેકમાં 23700ની શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સને લાગી રહી છે. ઉપરની સાઇડમાં નિફ્ટી માટે 24350 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ મુજબ જણાઇ રહ્યું છે. ઉપરમાં 24400 અને નીચામાં 23700 પોઇન્ટની ટ્રેડિંગ રેન્જ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ બજાર નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ આપી રહ્યા છે.
આરએસઆઇ ઓવરબોટ કન્ડિશન દર્શાવે છે. અવરલી ચાર્ટ ઉપર અપમૂવ સાથે સાથે હાયર રેન્જથી રિવર્સિંગ ટ્રેન્ડનો સંકેત આપી રહ્યા છે. તેથી ટ્રેડર્સે સ્ટોપલોસ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અપનાવવાની સલાહ મળી રહી છે.
નિફ્ટીઃ સપોર્ટ 23940- 23866, રેઝિસ્ટન્સ 24128- 24245
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 52046- 517750, રેઝિસ્ટન્સ 52834- 53326
સ્ટોક્સ ટૂ વોચઃ LARSEN, IRCTC, MFSL, RELIANCE, BHARTIAIR, SAMHI, INDUSTOWER, MAZDOCK, TCS, INFY, MACROTECH, SIGNATURE, IREDA, LAURASLAB, PEL, GAIL, ROTOPUMPS
સેક્ટર્સ ટૂ વોચઃ રિયલ એસ્ટેટ, હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, ફર્ટિલાઇઝર્સ, રેલવે, ડિફેન્સ, આઇટી- ટેકનોલોજી
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)