Stocks to Watch:PNBHousing, JSWEnergy, Maruti, ParasDefence, FederalBank, Eternal, Mobikwik, NMDC, NCC, AdaniEnterprises, AdaniPorts, IndusTowers, JindalSteel, Nuvoco VistasCorporation, HomeFirst, SundramFasteners, MOIL, PhoenixMills, GodrejAgrovet, LGBalakrishnan, JSWInfra, SonaBLW

અમદાવાદ, 2 મેઃ નિફ્ટીએ રેન્જની હાયર એન્ડ નજીક દોજી કેન્ડલ સાથે ધ આપ્યું છે. તે જોતાં હાલના લેવલથી 24000ના લેવલને બ્રેકઆઉટ જોવા મળે તેવી સંભાવના વધી રહી છે. 200 દિવસીય એવરેજ 24050 પોઇન્ટના લેવલની છે. ત્યારબાદ 23850નો સપોર્ટ મુખ્ય ગણાવી શકાય તેવું નિષ્ણાતો માને છે. ઉપરમાં 24800- 25000ના લેવલ્સ માટે હમણાં થોભો અને રાહ જુઓની નીતિ જોવા મળે તેવી શક્યતા જણાય છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ પણ સૂચવે છે કે, આરએસઆઇ તેની એવરેજ લાઇનથી ઉપર રમી રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ ઓવરબોટ કન્ડિશનનો સંકેત આપી રહ્યા છે.

નિફ્ટી કોન્સોલિડેશન છતાં બીજા સત્ર માટે 24,300થી ઉપર ટકી શક્યો અને 30 એપ્રિલના રોજ ફ્લેટ બંધ થયો છે. વ્યાપક રીતે, તે એક અઠવાડિયાથી વધુ સમય માટે 24,460–24,850ની રેન્જમાં રહ્યો છે. નિષ્ણાતો હજુ પણ માને છે કે એકંદર ટ્રેન્ડ પોઝિટિવ રહી શકે છે.  NIFTY હજુ પણ તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી ઘણો ઉપર ટ્રેડ કરી રહ્યો છે. જો નિફ્ટી નિર્ણાયક રીતે 24,460 તોડે છે, તો 24,800 તરફ રેલી શક્ય છે; જોકે, 24,000થી નીચે પડવાથી NIFTY નીચી રેન્જ તરફ ખેંચાઈ શકે છે.

બેંક નિફ્ટીએ સતત ત્રીજા સત્રમાં 55,000ના લેવલ ઉપર રહ્યો છે જો તે આનાથી નીચે તૂટે છે, તો 54,700–54,400 ઝોન સપોર્ટ તરીકે કાર્ય કરી શકે છે. તેનાથી વિપરીત, નિષ્ણાતોના મતે, 55,000થી ઉપર રહેવાથી બેન્ક નિફ્ટી ધીમે ધીમે 56,000 તરફ આગળ વધી શકે છે.

બુધવાર, 30 એપ્રિલના રોજ, નિફ્ટી લગભગ 2 પોઇન્ટ ઘટીને 24,334 પર બંધ થયો, જ્યારે બેંક નિફ્ટી 304 પોઇન્ટ ઘટીને 55,087 પર બંધ થયો. માર્કેટ બ્રેડ્થ નબળી હતી, NSE પર 544 શેર સુધર્યા હતા તેની સરખામણીમાં લગભગ 1,988 શેર ઘટ્યા હતા.

ઇન્ડિયા VIX: 18.22 સ્તર પર વધુ ચઢ્યો – 4.91 ટકા વધ્યો – અને તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, જે તેજીવાળાઓ માટે વધેલી સાવચેતીનો સંકેત આપે છે.

F&O પ્રતિબંધમાં શેર: RBL બેંક

Stocks Trade Ex-Dividend

ABB IndiaACME Solar Holdings
KSBMold-Tek Packaging
Forbes PrecisionGujarat Intrux

Stock Trades Ex-Date for Rightsઃ Alan Scott Industries

Stock Trades Ex-Date for Income Distribution RITES: Embassy Office Parks REIT

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)