Stocks to Watch:KotakBank, CDSL, BalkrishnaInd, OrientCement, TataChemicals, PoonawallaFincorp, VATechWabag, RITES, Eternal, Cipla, ShyamMetalics, TorrentPharma, Hubtown, VimtaLabs

અમદાવાદ, 28 જુલાઇઃ નિફ્ટીએ શુક્રવારે પણ ઘટાડાની ચાલ સાથે 24837 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. જે તેના 24800ના અતિ મહત્વના સપોર્ટ લેવલની નજીક છે. ઉપરમાં 25100 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસ થવાથી 25260 પોઇન્ટ સુધી લઇ જઇ શકે છે. જે તેની 20 દિવસીય સિમ્પલ મૂવિંગ એવરેજ લેવલ દર્શાવે છે.

નિફ્ટી અને બેંક નિફ્ટીએ 27 જુલાઈના રોજ નેગેટિવ ટ્રેન્ડ સાથે બીજા સત્ર માટે તેમનો ડાઉનટ્રેન્ડ લંબાવ્યો, જે આગળ નબળાઈનો સંકેત આપે છે. નિષ્ણાતોએ “સેલ ઓન રેલી” વ્યૂહરચનાની સલાહ આપી છે. તેમના મતે, જો નિફ્ટી 25,000ની નીચે ટકી રહે છે, તો જોવા માટેનું આગામી લેવલ 24,700 છે, ત્યારબાદ 24,500. ઉપરની બાજુએ, 24,950-25,000 ઝોન રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરી શકે છે. દરમિયાન, બેંક નિફ્ટી 57,૩00 રેઝિસ્ટન્સની નીચે ટ્રેડ કરે ત્યાં સુધી કોન્સોલિડેટ થવાની અપેક્ષા છે. આ લેવલથી ઉપર જવાથી રેકોર્ડ ઊંચાઈનો માર્ગ મોકળો થઈ શકે છે. તાત્કાલિક રેઝિસ્ટન્સ 56,800–57,000 પર છે, જ્યારે 56,200–56,100 ઝોન તાત્કાલિક ટેકો પૂરો પાડી શકે છે. આ સ્તરથી નીચે બ્રેક લેવાથી મજબૂત મંદીનો માહોલ સર્જાઈ શકે છે.

25 જુલાઈના રોજ, નિફ્ટી 225 પોઈન્ટ ઘટીને 24,8૩7 પર બંધ થયો, જ્યારે બેંક નિફ્ટી 5૩7 પોઈન્ટ ઘટીને 56,529 પર બંધ થયો હતો. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે NSE પર 475 શેર વધ્યા હતા તેની સામે લગભગ 2,179 શેર ઘટ્યા હતા.

ઇન્ડિયા VIX: 5.15 ટકા વધીને 11.28 પર પહોંચ્યો, જે શુક્રવારે બીજા સત્ર માટે તેના ઉપરના માર્ગને લંબાવ્યો. અસ્થિરતામાં આ વધારાથી ટ્રેડર્સ થોડા સાવધ બન્યા છે.

Stocks in F&O ban:RBL Bank
Stocks removed from F&O ban:Indian Energy Exchange