અમદાવાદ, 21 મેઃ ભારતીય શેરબજારોને 4થી જૂનનો ઇંતેજાર છે. ત્યાં સુધી માર્કેટમાં માહોલ અફરા-તફરીનો રહેવાની સંભાવના છે. જોકે, નરેન્દ્ર મોદી, અમિત શાહ દાવો કરી રહ્યા છે કે, 4થી જૂન પછી માર્કેટ નવાં વિક્રમો સર્જી શકે છે. સોમવારે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને શેરબજારોમં ટ્રેડિંગ હોલિડે હતો. પરંતુ 18 મે, શનિવારના રોજ યોજાયેલા ખાસ ટ્રેડિંગ સેશન દરમિયાન બજાર તેજીના નિયંત્રણમાં રહ્યું હતું, 2 મે પછી પ્રથમ વખત નિફ્ટી 50 22,500ની ઉપર હતો. વીકલી ચાર્ટ પર મોમેન્ટમ ઇન્ડિકેટર RSI (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) અને બુલિશ પિયર્સિંગ લાઇન કૅન્ડલસ્ટિક પેટર્નમાં સકારાત્મક વલણ સાથે, આગળ જતા ઉપરની મુસાફરીમાં ચાલુ રાખવા તરફ નિર્દેશ કરે છે. શનિવાકે નિફ્ટી 36 પોઈન્ટ અથવા 0.16 ટકા વધીને 22,502 પર પહોંચ્યો હતો અને સપ્તાહમાં 2 ટકાની તેજી થઈ હતી. આથી, નિષ્ણાતો 22,300-22,200ના સ્તરે મહત્વના સપોર્ટ સાથે, ઇન્ડેક્સ તાત્કાલિક ગાળામાં 22,600 અને પછી આવતા અઠવાડિયામાં 22,800 તરફ આગળ વધે તેવું જુએ છે. દરમિયાન, બેન્ક નિફ્ટી અગાઉના બંધ કરતાં 83.85 પોઈન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે 48,199.50 પર સત્રનો અંત આવ્યો હતો અને સપ્તાહ દરમિયાન તે 1.64 ટકા વધ્યો હતો.

રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ22475- 22447 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ 22525- 22548 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.

નિફ્ટી 50 માટે મુખ્ય સ્તરોઃ રેઝિસ્ટન્સઃ 22507- 22529 અને 22548 અને સપોર્ટઃ 22478- 22466 અને 22447 પોઇન્ટ

બેંક નિફ્ટી માટે મુખ્ય સ્તરોઃ રેઝિસ્ટન્સ 48210- 48247 અને 48291 પોઇન્ટ અને સપોર્ટ લેવલ્સ 48133- 48106 અને 48062 પોઇન્ટ્સ

સ્ટોક્સ ટૂ વોચઃ બંધન બેન્ક, જેએસડબલ્યૂ સ્ટીલ, બીઇએલ, ટાટા મોટર્સ, આઇઆરએફસી, કોચિન શીપ, ભેલ, એચએએલ, ટાટાપાવર, ગેઇલ, સેઇલ, આરવીએનએલ, હિન્દ કોપર

સેક્ટર્સ ટૂ વોચઃ કેપિટલ ગુડ્સ, મેટલ્સ, માઇનિંગ, પીએસયુ, સ્ટીલ, આઇટી- ટેકનોલોજી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)