અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ નિફ્ટી-50એ ગુરુવારે હાયર રેન્જ નજીક દોજી કેન્ડલમાં બંધ આપવા સાથે 22000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા માટેનો આશાવાદ મજબૂત બનાવ્યો છે. ટેકનિકલી નિફ્ટી માટે હવે નજીકની સપોર્ટ 21700 અને રોક બોટમ 21400ની સપાટીઓ ધ્યાનમાં રાખવી. ઉપરમાં 22100 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ધ્યાનમાં રાખવી. ટ્રેન્ડિંગ લાઇનથી ઉપર આરએસઆઇ અને અન્ય મહત્વના ટેકનિકલ સિગ્નલ્સ સપોર્ટ કરે છે કે, માર્કેટમાં સુધારાની આગેકૂચ જળવાઇ રહેવાની શક્યતા છે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટ અનુસાર જોવા મળી રહ્યું છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે સપોર્ટ 21819- 21727, રેઝિસ્ટન્સ 21978- 22046 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવી, સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ અને સ્ટોપલોસ હાથવગા રાખવાની ખાસ સલાહ છે. વૈશ્વિક શેરબજારોમાં સુધારા સાથે ગીફ્ટ નિફ્ટી પ્લસ હોવાથી માર્કેટ ગેપઅપ સાથે ખૂલવાની શક્યતા હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે.

ઇન્ટ્રા-ડે વોચઃ ટાટા સ્ટીલ, કોટક બેન્ક, રિલાયન્સઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, આઇએફસીઆઇ, ટાટાપાવર, ટાટા મોટર્સ, અદાણીગ્રીન, અદાણીએટરપ્રાઇસ, બીડીએલ, આઇટીસી, આરવીએનએલ, યુએફઓ, યસબેન્ક

સેક્ટર્સ ટૂ વોચઃ પીએસયુ બેન્કિંગ, આઇટી, પાવર, કન્સ્ટ્રક્શન, એનર્જી, મેટલ્સ

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 45774-45328, રેઝિસ્ટન્સ 46481- 46743

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)