By: Reliance Securities

NIFTY-50 OUTLOOK

સોમવારે, NIFTY-50માં ગેપડાઉનથી ખૂલ્યા બાદ ઓર ઘટીને ઇન્ટ્રા-ડે 15684 થયા બાદ 15774ના મથાળે બંધ રહ્યો છે.  તેની સાથે સાથે મેટલ, મિડિયા, આઇટી સેક્ટોરલ્સ પણ ટોપ લૂઝર રહ્યા છે. દિવસ દરમિયાન તમામ સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં નકારાત્મક વલણ જોવા મળ્યું હતું, જ્યાં મેટલ, મીડિયા અને IT ટોચના લૂઝર તરીકે ઉભરી આવ્યા હતા.

NIFTY-50 એ સપ્તાહની શરૂઆત નકારાત્મક નોંધ પર કરી  છે. જેમાં 10 મહિનાની નીચી સપાટીએ સરકી ગયો છે. નિફ્ટી તેના 20 મહિનાની EMA (15,725) નજીક રમી રહ્યો છે. ભૂતકાળમાં, તે સ્તરની ચકાસણી કર્યા પછી નિફ્ટી બે વાર સુધર્યો હતો. પરંતુ હાલ ટેકનિકલી નેગેટિવ ટ્રેન્ડ જણાય છે. ટૂંકાથી મધ્યમ ગાળાનો ટ્રેન્ડ ચાર્ટ અનુસાર જો નિફ્ટી તેના 20- માસની EMAથી પાછો ફરે છે તો બાઉન્સ બેક શક્ય બની શકે. જ્યાંથી તે 16200નું સ્તર દેખાડી શકે. જોકે નીચામાં ઘટાડો જારી રહે તો નિફ્ટી 15400 અને ત્યારબાદ 15000 સુધી ઘટવાના ચાન્સિસ પણ નકારી શકાય નહિં.

નિફ્ટી માટે મંગળવારની ટેકનિકલ સ્ટ્રેટેજી

સપોર્ટ 15,677ની આસપાસ અને પછી 15,579ના સ્તરે જોવા મળે છે, જ્યારે પ્રતિકાર 15,879 અને પછી 15,984 પર જોવા મળે છે.

BANK NIFTY OUTLOOK

ગેપ ડાઉનથી ખૂલ્યા બાદ 33210 થઇ સાધારણ રિકવરી છતાં 1078 પોઇન્ટના ઘટાડા સાથે 33406 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો બેન્ક નિફ્ટી તેના 100-વીકના SMA (33,016)ની નજીક છે. નવેમ્બર 20ના મધ્યથી, સ્ટોક મૂવિંગ એવરેજથી ઉપર રહ્યો છે. છતાં હવે મુખ્ય ટેકનિકલી વીકલી તેમજ ડેઇલી ટાઇમ ઝોન બેરિશ ટ્રેન્ડની તરફેણ કરે છે. જો તેના 100-વીકના SMA આસપાસથી પાછો બાઉન્સબેક થાય છે તો 34350 પોઇન્ટની સપાટી જોવા મળી શકે છે. પરંતુ જો ડાઉનવર્ડ ટ્રેન્ડ જારી રહે તો નીચામાં 32700- 32150 પોઇન્ટ સુધી ઘટવાની શક્યતા નકારી શકાય નહિં.

બેન્ક નિફ્ટી માટે મંગળવારની ટેકનિકલ સ્ટ્રેટેજી

સપોર્ટ 33,153ની આસપાસ અને પછી 32,900ના સ્તરે જોવા મળે છે, જ્યારે પ્રતિકાર 33,716 પર જોવા મળે છે અને પછી 34,027 સ્તર.

માર્કેટ લેન્સ

નિફ્ટી15774બેન્ક નિફ્ટી33406ઇન ફોકસ 
સપોર્ટ-115677સપોર્ટ-133153સ્ટોક ઇન ફોકસમિન્ડા ઇન્ડ
સપોર્ટ-2155579સપોર્ટ-232900ઇન્ટ્રા-ડે પીકસિમેન્સ
રેઝિસ્ટન્સ-115879રેઝિસ્ટન્સ-133716ઇન્ટ્રા-ડે પીકનેસ્લે
રેઝિસ્ટન્સ-215984રેઝિસ્ટન્સ-234027ઇન્ટ્રા-ડે પીકઅશોક લેલેન્ડ