MARKET MONITOR: NIFTY ABOVE 16000 POINTS
2 દિવસમાં સેન્સેક્સે 1188ની રાહત રેલી નોંધાવી, નિફ્ટી 16000 સાયકોલોજિકલ ક્રોસ
- શુક્રવારે પણ નિફ્ટી 15850- 16000 પોઇન્ટ ઉપર આપે તે આગેકૂચ માટે જરૂરી
વોલેટિલિટી ઇન્ડિયા ઇન્ડેક્સ 20ની સપાટી નીચે જવા સાથે માર્કેટમાંથી વોલેટિલિટી હળવી થતાં બુલ ઓપરેટર્સ માટે રાહતની સ્થિતિ સર્જાઇ છે. લોકલ તેમજ ગ્લોબલ સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. તેના કારણે વૈશ્વિક શેરબજારો સુધરી રહ્યા છે. તેની પાછળ સ્થાનિક શેરબજારોમાં પણ સતત બીજા દિવસે સુધારાની ચાલ રહી છે. તેના કારણે સેન્સેક્સે 1188 પોઇન્ટની રાહત રેલી નોંધાવી છે. જ્યારે નિફ્ટી-50એ 16000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી રેઝિસ્ટન્સ સપાટી કૂદાવી છે. એટલું જ નહિં, હવે જો શુક્રવારે પણ નિફ્ટી 15850 પોઇન્ટની ઉપર બંધ આપવામાં સફળ રહેશે તો માર્કેટ સેન્ટિમેન્ટને વેગ મળી શકે છે.
માર્કેટબ્રેડ્થ અને સેન્ટિમેન્ટ બન્ને પોઝિટિવ
કુલ ટ્રેડેડ 3438 | સુધર્યા 2198 | ઘટ્યા 1099 |
સેન્સેક્સ (30) | સુધર્યા (22) | ઘટ્યા (8) |
શુક્રવારે સેન્સેક્સ 427.49 પોઇન્ટના સુધારા સાથે 54178.46 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30માંથી 22 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. નિફ્ટી-50 પણ 143.10 પોઇન્ટના સુધારા સાથે 16132.90 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
આજના ઉછાળા માટે જવાબદાર મુખ્ય પરીબળો
ઇન્ટરનેશનલ ક્રૂડની કિંમત ઘટી 100 ડોલર આસપાસ | એશિયા અને યુરોપિયન શેરબજારોમાં સાર્વત્રિક સુધારાની આગેકૂચ |
ફેડ રિઝર્વ વ્યાજમાં વધુ 50-75 bps વધારો જાહેર કરે તેવી વકી | વિદેશી ફંડ્સને આકર્ષવા માટે આરબીઆઇએ ભરેલાં પ્રોત્સાહક પગલાં |
ટેકનિકલી નિફ્ટીએ 16000 પોઇન્ટની રેઝિસ્ટન્સ સપાટી કૂદાવી | METAL, BANK, REALTY, CG, CD શેર્સમાં સાર્વત્રિક સુધારાની ચાલ |
બે ટકાથી વધુ સુધારો નોંધાવનારા ઇન્ડાઇસિસ
ઇન્ડેક્સ | ટકા | ઇન્ડેક્સ | ટકા |
સીજી | 2.01 | સીડી | 3.24 |
મેટલ | 4.49 | રિયાલ્ટી | 2.55 |
બેન્ક શેર્સમાં બૂમ- બૂમઃ બેન્કિંગ ઇન્ડેક્સ આજે 667.10 પોઇન્ટના બાઉન્સબેક સાથે 40180.78 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ તમામ સ્ક્રીપ્સમાં 0.06 ટકાથી 5.63 ટકા સુધીનો સુધારો રહ્યો હતો. ખાસ કરીને બેન્ક ઓફ બરોડા 5.63 ટકા ઉછાળા સાથે રૂ. 105.05ની સપાટીએ સુધરવામાં સર્વોપરી રહ્યો હતો.
મેટલ્સમાં પણ જોવા મળી મજબૂતાઇઃ વૈશ્વિક બજારોની મજબૂતાઇ પાછળ મેટલ ઇન્ડેક્સ 691.84 પોઇન્ટના ઉછાળા સાથે 16106.24 પોઇન્ટ બંધ રહ્યો હતો. મેટલ ઇન્ડેક્સ બેઝ્ડ પણ તમામ સ્ક્રીપ્સમાં 2.28 ટકાથી લઇને 6.15 ટકા સુધારો નોંધાવ્યો હતો. વેદાન્તા 6.15 ટકાના સર્વાધિક સુધારા સાથે રૂ. 227.70 બંધ રહ્યો હતો.
ઇન્વેસ્ટર્સ કેટેગરી વાઇસ ટર્નઓવર
કેટેગરી | +/-રૂ. કરોડ |
એફપીઆઇ | -925.22 |
ડીઆઇઆઇ | +980.59 |
ક્લાયન્ટ્સ | +224.51 |
એનઆરઆઇ | +1.93 |
પ્રોપરાઇટરી | +178.25 |