માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી 19250 ગુમાવે તો 18900ની શક્યતા, સ્ટોક્સ ટૂ વોચઃ સીઆઇઇ ઇન્ડિયા, હોમફર્સ્ટ, બજાજ ફીનસર્વ
અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ગુરુવારે હેવી કરેક્શન વચ્ચે સેન્સેક્સ 255 પોઇન્ટના ઘટાડા સાથે 64831 પોઇન્ટની સપાટીએ 65000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 93 પોઇન્ટ તૂટી 19253 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સ્ટોક્સબોક્સના મતે નિફટીએ ફ્લેટ ઓપનિંગ પછી 19300 નીચામાં અને ઉપરમાં 19388 પોઇન્ટની હાઇ વચ્ચે ઝોલા ખાવા સાથે હેવી કરેક્શન નોંધાવ્યું છે. મહત્વનો સપોર્ટ 19250 તૂટે તો માર્કેટમાં ઓર કરેક્શન સાથે નિફ્ટી 18900 પોઇન્ટ સુધી ઘટવાની સંભાવના નકારી શકાય નહિં, તે જોતાં ઇન્વેસ્ટર્સ અને ટ્રેડર્સે જ્યાં સુધી 19500 પોઇન્ટની અતિ મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ થાય નહિં ત્યાં સુધી તેજીના વેપારથી દૂર રહેવાની સલાહ મળી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)