MARKET OUTLOOK: NIFTY SUPPORT 17725- 17651, RESISTANCE 17841- 17882
ગુરુવારે માર્કેટમાં ગેપઅપ ઓપનિંગ સાથે નિફ્ટી 17692ના લેવલ સુધી પહોંચ્યો હતો. પાછળથી બાઉન્સબેકમાં 17800 પોઇન્ટની મહત્વની હર્ડલ ક્રોસ કરવા સાથે 17808 પોઇન્ટ થઇ ગયો હતો અને છેલ્લે 17800ની મહત્વની સપાટીએ બંધ રહ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, માર્કેટ ઓવરઓલ બ્રેડ્થ પોઝિટિવ રહી છે. ટેકનિકલી નિફ્ટીએ ડિસેન્ડિંગ ચેનલની અપરબેન્ડ ઉપર બંધ આપ્યું છે. અચાનક ઉછાળાના કારણે ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ ક્રોસ-ઓવર દર્શાવે છે. વિદેશી નાણાકીય સંસ્થાઓ કેશ સેગ્મેન્ટમાં સતત ત્રીજા સેશનમાં પણ નેટ ખરીદદાર રહી છે. આગળની ચાલ માટે 17800 પોઇન્ટની સપાટી જળવાઇ રહેવી જરૂરી છે.
ઇન્ટ્રા-ડે ટ્રેડ રેન્જઃ સપોર્ટ 17725- 17651, રેઝિસ્ટન્સ 17841- 17882 રહેશે.
NIFTY | 17800 | BANK NIFTY | 40243 | IN FOCUS |
S-1 | 17725 | S-1 | 39878 | LT |
S-2 | 17651 | S-2 | 39512 | MUTHOOTFIN |
R-1 | 17841 | R-1 | 40437 | TCS |
R-2 | 17882 | R-2 | 40631 | TITAN |
BANK NIFTY OUTLOOK: SUPPORT AROUND 39878- 39512, RESISTANCE AROUND 40437- 40631.
બેન્ક નિફ્ટીએ પણ 40000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. ઇન્ડેક્સ 40266 પોઇન્ટની 10 માસની ટોચે પહોંચ્યો છે. ટેકનિકલી ડેઇલી ટાઇમફ્રેમ ચાર્ટ દર્શાવે છે કે, માર્કેટમાં મજબૂતાઇ આવવા સાથે 40000 ઉપરની ચાલ સુધારાને વેગ આપી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)