MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 24035-23928, રેઝિસ્ટન્સ 24206-24271
અમદાવાદ, 2 જુલાઇઃ નવા મહિના અને નવા સપ્તાહનો પ્રારંભ ભારતીય શેરબજારોએ તેજીમય ટોન સાથે કર્યો છે. નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી ઉપર બંધ આપ્યું છે. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ ઇચ્છે છે કે, નિફ્ટી 25000 કે સેન્સેક્સ 85000 પોઇન્ટની સપાટી પાર કરે. ટેકનિકલ રિસર્ચ ટીમ, રિલાયન્સ સિક્યુરિટીઝના રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે રેઝિસ્ટન્સ 24350- 24500ની સપાટી ધ્યાનમાં રાખીને ટ્રેડીંગ સ્ટ્રેટેજી ગોઠવવી જોઇએ. અવરલી સપોર્ટ એવરેજ સુધરીને 23800ના લેવલે પહોંચી છે. જ્યારે હાયર સાઇડ વિકલી પિવોટ રેઝિસ્ટન્સ લેવલ 24350ની સપાટી દર્શાવે છે. આરએસઆઇએ 70ના લેવલની હાયર રેન્જને ટચ કરી છે. તે જોતાં પ્રોફીટ બુકિંગના આંચકાઓ પચાવીને પણ માર્કેટ સુધારાની ચાલ માટે મક્કમ હોવાનો સંકેત મળી રહ્યો છે.
1 જુલાઈના રોજ બજારે સપ્તાહની શરૂઆત સકારાત્મક નોંધ પર કરી હતી, જેમાં નિફ્ટી 131 પોઈન્ટની તેજી સાથે 24,142ની નવી ઓલ ટાઈમ ક્લોઝિંગ હાઈ પર એક દિવસના પ્રોફીટ બુકિંગ પછી બંધ થયો હતો. નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે ઇન્ડેક્સ 24,200 સુધી પહોંચશે, ત્યારબાદ આગામી સત્રોમાં 24,500 આવશે, જો કે તે તાત્કાલિક સમર્થન તરીકે 24,000 અને નિર્ણાયક સમર્થન તરીકે 23,800 ધરાવે છે.
નિફ્ટીઃ સપોર્ટ 24035-23928, રેઝિસ્ટન્સ 24206-24271
બેન્ક નિફ્ટીઃ સપોર્ટઃ 52275- 51961, રેઝિસ્ટન્સ 52765-52956
સ્ટોક્સ ટૂ વોચઃ MARICO, LAURASLABS, GODREJPROP, LARSEN, PROTEAN, GRSE, MAZDOCK, NAZARA, HDFCBANK, TATAMOTORS, IREDA, BEL
સેક્ટર્સ ટૂ વોચઃ હેલ્થકેર, આઇટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, ઓટો એન્સિલરી, રેલવે, ડિફેન્સ, ફર્ટિલાઇઝર્સ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)