નવી દિલ્હી/પીપાવાવ, 14 ઓગસ્ટ: મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે તેની ‘મેડ-ઈન-ઈન્ડિયા’ SUV ફ્રૉન્ક્સ (Fronx) ની જાપાનમાં નિકાસ શરૂ કરી છે. ફ્રૉન્ક્સ (FRONX) જાપાનમાં લોન્ચ થનાર મારુતિ સુઝુકીની પ્રથમ SUV હશે. ફ્રૉન્ક્સ (Fronx) ફક્ત મારુતિ સુઝુકીના અત્યાધુનિક ગુજરાત પ્લાન્ટમાં ઉત્પાદિત થાય છે. 1,600 થી વધુ વાહનોનું પ્રથમ કન્સાઈનમેન્ટ ગુજરાતના પીપાવાવ બંદરેથી જાપાન માટે રવાના થયું હતું.

2016માં બલેનો પછી પુરસ્કાર વિજેતા ફ્રૉન્ક્સ (Fronx) મારુતિ સુઝુકીનું બીજું મોડલ છે જે જાપાનમાં નિકાસ કરવામાં આવ્યું. ફ્રૉન્ક્સ (Fronx)ને 2024 ની શરદઋતુમાં મારુતિ સુઝુકીની પેરેન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશન દ્વારા જાપાનમાં લોન્ચ કરવાની યોજના છે.

હિસાશી તાકેઉચી, MD અને CEO, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ એ કહ્યુ કે ફ્રોન્ક્સમાં શ્રેષ્ઠ એન્જિનિયરિંગ, ડિઝાઇનની સુંદરતાનો સમાવેશ છે અને તે ભારતીય ઓટો મેન્યુફેક્ચરિંગ શ્રેષ્ઠતાનું પ્રતીક છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)