મઝાગોન ડોક, કોચીન શિપયાર્ડ, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સમાં તેજી, એક વર્ષમાં 100 ટકાથી વધુ રિટર્ન
અમદાવાદ, 3 એપ્રિલઃ શિપબિલ્ડિંગ અને સંબંધિત સેવાઓ કંપનીઓ જેમ કે કોચીન શિપયાર્ડ, મઝાગોન ડોક શિપબિલ્ડર્સ અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સના શેર્સમાં તેજીનો દોર જારી છે. આજે મજબૂત Q4 કમાણી અને સ્વસ્થ ઓર્ડર બુક પોઝિશનની અપેક્ષાઓ વચ્ચે ઊંચા વોલ્યુમ પર 10 ટકા સુધી વધ્યા હતા.
સ્થાનિક બ્રોકરેજ પ્રભુદાસ લીલાધરના અહેવાલમાં હાઇલાઇટ કર્યા છે કે ટેક્નિકલ આ શેરોમાં વધુ ઉછાળો સૂચવે છે. છેલ્લા એક વર્ષમાં આ શેરોમાં 100થી 200 ટકા સુધી રિટર્ન જોવા મળ્યું છે. જેમાં કોચીન શિપયાર્ડમાં 122 ટકા, મઝાગોન ડોકમાં 238 ટકા અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સમાં 97 ટકા રિટર્ન છૂટ્યું છે.
કોચીન શિપયાર્ડ નવી ટોચે
કોચીન શિપયાર્ડનો સ્ટોક આજે લગભગ 8 ટકા વધીને NSE પર રૂ. 1,062 અને બીએસઈ પર 9 ટકા ઉછાળા સાથે 1079ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. એક મહિનાના સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમ 32 લાખ શેરની સરખામણીમાં કુલ 99 લાખ કોચીન શિપયાર્ડ શેરોએ BSE અને NSE પર એક્સચેન્જ થયા હતા.
1270નો ટાર્ગેટ હાંસિલ કરશે
કોચીન શિપયાર્ડનો શેર કોન્સોલિડેશનના તબક્કા બાદ રેક્ટેન્ગ્યુલર બોક્સ ફોર્મેશનમાં 940ના સ્તરે સ્પષ્ટ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અપવર્ડ મોમેન્ટ સાથે નવા રાઉન્ડ માટે તેજીનો અવકાશ હોવાનું પ્રભુદાસ લીલાધર (PL)એ તેના અહેવાલમાં જણાવ્યું હતું, આગામી ટાર્ગેટ 1120-1270 છે. રૂ. 890ના સ્ટોપ લોસ સાથે રોકાણકાર નવી ખરીદી કરી શકે છે.
મઝાગોન ડોક 11 ટકા ઉછળ્યો
NSE પર Mazagon Dockનો શેર લગભગ 11 ટકા વધીને રૂ. 2,225.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. દિવસમાં અત્યાર સુધીમાં, પીએસયુના કુલ 61 લાખ શેરોના વોલ્યૂમ BSE અને NSE પર જોવા મળ્યા છે, જે એક મહિનાના સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમ 10 લાખ શેરની સરખામણીમાં છે.
છેલ્લા બે મહિનામાં સ્ટોકમાં સારી સ્લાઈડ જોવા મળી છે. શોર્ટ કોન્સોલિડેશન સાથે બુલિશ કેન્ડલ જોવા મળી છે. જેની મહત્વની 200 દિવસની મુવિંગ એવરેજ 1975ના સ્તરેથી સુધરી રહી છે. આગામી સમયમાં વૃદ્ધિની શક્યતા છે.
સ્ક્રિપ્સ | 3-4-23 | 3-4-24 | ઉછાળો |
મઝાગોન ડોક | 656.33 | 2223.65 | 238.80 |
કોચીન શિપયાર્ડ | 481.75 | 1068 | 121.69 |
ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ | 446.90 | 882.60 | 97.49 |
“આરએસઆઈ ઓવરસોલ્ડ ઝોનમાંથી મજબૂત રિકવરી જોવામળી છે. જે દર્શાવે છે કે હકારાત્મક વલણ રિવર્સલએ ‘ખરીદી’નો સંકેત આપ્યો છે. અમે રૂ. 1,780ના સ્તરે સ્ટોપ લોસને જાળવી રાખીને રૂ. 2,500ના અપસાઇડ ટાર્ગેટ માટે સ્ટોક ખરીદવાનું સૂચન કરીએ છીએ.”
ગાર્ડન રીચ શિપબિલ્ડર્સનો સ્ટોક 3 એપ્રિલના રોજ 7 ટકા વધ્યો હતો. બપોરે 12:16 વાગ્યે, તે NSE પર રૂ. 904 પર ટ્રેડ થયો હતો. ટેકનિકલ્સ દર્શાવે છે કે 920 ઝોનમાંથી યોગ્ય કરેક્શન જોવા મળ્યા બાદ GRS સ્ટોકે તાજેતરમાં 680 ઝોનની નજીક ટેકો લીધો છે. યોગ્ય પુલબેક GRS સ્ટોકને મહત્વપૂર્ણ 200 MA અને 50 EMA સ્તરોથી આગળ વધવાની સંભાવના છે “વધુ વૃદ્ધિની અપેક્ષા સાથે RSI વધી રહી છે જે મજબૂતાઈ દર્શાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)