સોના-ચાંદી વાયદામાં સંકડાયેલી વધઘટઃ ક્રૂડમાં સીમિત સુધારો
મુંબઈ, 29 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,918ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,050 અને નીચામાં રૂ.58,747 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21 ઘટી રૂ.59,021ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.115 વધી રૂ.47,290 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.22 વધી રૂ.5,858ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.58,963ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.70,444ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,740 અને નીચામાં રૂ.70,186 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.17 ઘટી રૂ.70,567 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3 ઘટી રૂ.70,496 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.5 વધી રૂ.70,499 બોલાઈ રહ્યો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 59,764 સોદાઓમાં રૂ.5,244.2 કરોડનાં કામકાજ થયાં હતાં.
કોટન-ખાંડીના વાયદામાં રૂ.220ની વૃદ્ધિઃ નેચરલ ગેસમાં નરમાઈઃ મેન્થા તેલ વધ્યુ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ માર્ચ વાયદો રૂ.786.85ના ભાવે ખૂલી, રૂ.1.55 વધી રૂ.789.65 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.10 વધી રૂ.206.50 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.75 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.95 વધી રૂ.257ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.50 વધી રૂ.206.80 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.183.20 જસત-મિની માર્ચ વાયદો રૂ.0.75 ઘટી રૂ.254.60 બોલાઈ રહ્યો હતો. 8,827 સોદાઓમાં રૂ.1,191.24 કરોડના વેપાર થયા હતા.
પ્રથમ સત્ર સુધીમાંકોમોડિટીવાયદાઓમાંરૂ.7,520 કરોડ અનેઓપ્શન્સમાં રૂ.7049.78 કરોડનું ટર્નઓવરઃબુલડેક્સ વાયદામાંરૂ.13 કરોડનાં કામકાજ
વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,85,785 સોદાઓમાં કુલ રૂ.14,582.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,519.94 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7049.78 કરોડનો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,061ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,116 અને નીચામાં રૂ.6,055 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 વધી રૂ.6,098 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.40 વધી રૂ.6,098 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.181ના ભાવે ખૂલી, રૂ.1.80 ઘટી રૂ.180.40 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1.7 ઘટી 181.2 બોલાઈ રહ્યો હતો. 30,273 સોદાઓમાં રૂ.1,072.83 કરોડનો ધંધો થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,320ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,500 અને નીચામાં રૂ.61,200 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.220 વધી રૂ.61,440ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.16.50 વધી રૂ.1,000 બોલાયો હતો. રૂ.11.67 કરોડનાં કામકાજ થયા હતા.