મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે 2,31,078 સોદાઓમાં કુલ રૂ.17,107.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7897.3 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9180.95 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓ પૈકી સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,337 ખૂલી ઉપરમાં રૂ.53,337 અને નીચામાં રૂ.53,337ના મથાળે અથડાઈ, રૂ.99 વધી રૂ.53,337 પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.46 વધી રૂ.43,038 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 વધી રૂ.5,303 પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,246 ખૂલી, રૂ.63 વધી રૂ.53,402ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.64,083 ખૂલી ઉપરમાં રૂ.64,562 અને નીચામાં રૂ.63,949ના મથાળે અથડાઈ, રૂ.452 વધી રૂ.64,357ના સ્તરે હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.290 વધી રૂ.65,660 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.303 વધી રૂ.65,668 હતો.

બિનલોહ ધાતુઓમાં સુસ્ત કામકાજ, ટ્રેન્ડ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.211.20 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.0.65 વધી રૂ.272ના ભાવ થયા હતા. તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.691.20 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.185ના ભાવ થયા હતા.

ક્રૂડ ડિસેમ્બર વાયદો રૂ. 64 ઘટી રૂ. 6609 બોલાયો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો રૂ.6,623 ખૂલી ઉપરમાં રૂ.6,643 અને નીચામાં રૂ.6,554 ના મથાળે અથડાઈ, 1 બેરલદીઠ રૂ.64 ઘટી રૂ.6,609 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.80 ઘટી રૂ.542 હતો.

કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યાઃ મેન્થા તેલમાં પણ નરમાઈ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,900 ખૂલીઉપરમાં રૂ.32,570 અને નીચામાં રૂ.31,900 ના મથાળે અથડાઈ, રૂ.280 ઘટી રૂ.32,100ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.90 ઘટી રૂ.950.10 થયો હતો.

ઓપન ઇન્ટરેસ્ટ એટ એ ગ્લાન્સ

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,245.523 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 896.994 ટન, ક્રૂડ તેલમાં 1061300 બેરલ અને નેચરલ ગેસમાં 15801250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 69425 ગાંસડી, મેન્થા તેલમાં 435.6 ટનના સ્તરે રહ્યો હતો.

બુલડેક્સ વાયદો 19 પોઇન્ટ વધી 14946ના સ્તરે

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, MCX પર બુલડેક્સ વાયદામાં રૂ.29.58 કરોડનાં 396 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,902ના સ્તરે ખૂલી, 19 પોઈન્ટ વધી 14,946ના સ્તરે હતો.