મુંબઈ, 3 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.59,546.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.13,687.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 45851.52 કરોડનો હતો.

સોનાનો વાયદો રૂ.336 અને ચાંદીનો વાયદો રૂ.250 ઘટ્યો

 કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,501ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,620 અને નીચામાં રૂ.71,178 ના મથાળે અથડાઈ, રૂ.336 ઘટી રૂ.71,550ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.170 ઘટી રૂ.58,352 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.24 ઘટી રૂ.7,115ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.281 ઘટી રૂ.71,422ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.91,125ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.91,764 અને નીચામાં રૂ.89,992 ના મથાળે અથડાઈ, રૂ.250 ઘટી રૂ.91,320 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.270 ઘટી રૂ.91,267 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.242 ઘટી રૂ.91,252 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.7.53 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જૂન વાયદો રૂ.867.90ના ભાવે ખૂલી, રૂ.2.90 વધી રૂ.874.70 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.240.80 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.192ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.50 ઘટી રૂ.264ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.05 ઘટી રૂ.241.75 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.192.40 જસત-મિની જૂન વાયદો રૂ.1.50 ઘટી રૂ.264 બોલાઈ રહ્યો હતો.

મેન્થા તેલનો વાયદો પણ ઢીલો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,412ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,441 અને નીચામાં રૂ.6,380 ના મથાળે અથડાઈ, રૂ.40 ઘટી રૂ.6,413 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.40 ઘટી રૂ.6,415 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.218ના ભાવે ખૂલી, રૂ.9.40 વધી રૂ.224.60 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 9.2 વધી 224.5 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલમાં રૂ.40ની નરમાઈ, નેચરલ ગેસમાં સુધારો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,300 અને નીચામાં રૂ.57,200 ના મથાળે અથડાઈ, રૂ.400 ઘટી રૂ.57,200ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.60 ઘટી રૂ.912.20 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.13,687 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 45,852 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,930.51 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.7,224.94 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.503.29 કરોડનાં 15,354 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,534.82 કરોડનાં 77,180 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.200.33 કરોડનાં 3,044 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.27.72 કરોડનાં 510 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.825.05 કરોડનાં 3,782 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.435.95 કરોડનાં 6,226 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..55 કરોડનાં 2 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.4.15 કરોડનાં 126 લોટનાં કામકાજ થયાં હતાં

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)