મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,10,907 સોદાઓમાં કુલ રૂ.27,412.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10566.88 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 16806.92 કરોડનો હતો.

એમસીએક્સ પર તેના સ્થાપનાકાળથી અત્યાર સુધીમાં રૂ.1,22,774.32 કરોડનું ઐતિહાસિક ઊંચું દૈનિક ટર્નઓવર

દરમિયાન, મંગળવાર, 14 ફેબ્રુઆરીના રોજ એમસીએક્સ પર તેના સ્થાપનાકાળથી અત્યાર સુધીમાં રૂ.1,22,774.32 કરોડનું ઐતિહાસિક ઊંચું દૈનિક ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ એક્સચેન્જ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.96,341.24 કરોડનું રેકોર્ડ નોશનલ ટર્નઓવર પણ જોવા મળ્યું હતું તેમ જ ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.88,308.98 કરોડનાં નોંધપાત્ર ઊંચા કામકાજ નોંધાયાં હતાં. જે દર્શાવે છે કે હેજરો અને ટ્રેડરોનો કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ બુલડેક્સમાં કામકાજનો રસ વધી રહ્યો છે.

બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 91,690 સોદાઓમાં કુલ રૂ.7,292.18 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,666ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,674 અને નીચામાં રૂ.56,083ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.588 ઘટી રૂ.56,162ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.349 ઘટી રૂ.44,780 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.39 ઘટી રૂ.5,538ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,634ના ભાવે ખૂલી, રૂ.523 ઘટી રૂ.56,156ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,086ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,086 અને નીચામાં રૂ.65,184ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 932 ઘટી રૂ.65,319ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 827 ઘટી રૂ.65,629 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.803 ઘટી રૂ.65,646 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,218 સોદાઓમાં રૂ.1,589.73 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.90 ઘટી રૂ.212.85 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.4.35 ઘટી રૂ.270ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.8 ઘટી રૂ.770.15 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.184ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 33,586 સોદાઓમાં કુલ રૂ.1,672.76 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,528ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,534 અને નીચામાં રૂ.6,434ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.68 ઘટી રૂ.6,498 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.40 ઘટી રૂ.213.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 124 સોદાઓમાં રૂ.12.21 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,595 બોલાઈ રહ્યો હતો. કોટન ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,380 અને નીચામાં રૂ.63,900ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.220 વધી રૂ.64,240ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.60 વધી રૂ.996.20 થયો હતો.