મુંબઈ, 15 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,380ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,947 અને નીચામાં રૂ.57,068 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.351 વધી રૂ.57,834ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.250 વધી રૂ.45,703 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.32 વધી રૂ.5,676ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.352 વધી રૂ.57,769ના સ્તરે પહોંચ્યો હતો. સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,09,057 સોદાઓમાં રૂ.7,183.31 કરોડનાં કામકાજ થયાં હતાં.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.66,749ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,300 અને નીચામાં રૂ.66,200 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.162 વધી રૂ.67,118 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.196 વધી રૂ.67,160 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.183 વધી રૂ.67,171 બોલાઈ રહ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 5,11,781 સોદાઓમાં કુલ રૂ.43,772.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,202.25 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.32534.26 કરોડનો હતો.

કોટન-ખાંડીમાં 1,728 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 12,000 ખાંડીના સ્તરે

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ માર્ચ વાયદો રૂ.760.10ના ભાવે ખૂલી, રૂ.3.40 ઘટી રૂ.755 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.206.75 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.30 ઘટી રૂ.258ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી રૂ.207.20 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.183 જસત-મિની માર્ચ વાયદો રૂ.1.10 ઘટી રૂ.258.90 બોલાઈ રહ્યો હતો. 14,186 સોદાઓમાં રૂ.1,812.55 કરોડના વેપાર થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,968ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,993 અને નીચામાં રૂ.5,792 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.165 ઘટી રૂ.5,818 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.155 ઘટી રૂ.5,878 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.213ના ભાવે ખૂલી, રૂ.2.90 ઘટી રૂ.209.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 2.8 ઘટી 221.4 બોલાઈ રહ્યો હતો. 48,093 સોદાઓમાં રૂ.2,186.91 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,100 અને નીચામાં રૂ.61,500 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 ઘટી રૂ.61,620ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.30 ઘટી રૂ.1,004.50 બોલાયો હતો. એમસીએક્સ ખાતે રૂ.19.48 કરોડનાં કામકાજ થયા હતા.