MCX: સોનાના વાયદામાં રૂ.304 અને ચાંદીમાં રૂ.435 ઘટ્યાં
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,954ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,010 અને નીચામાં રૂ.55,745 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.304 ઘટી રૂ.55,779ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.293 વધી રૂ.44,468 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.5,503ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,000ના ભાવે ખૂલી, રૂ.245 ઘટી રૂ.55,815ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,511ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,511 અને નીચામાં રૂ.64,902 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 435 ઘટી રૂ.65,003 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 243 ઘટી રૂ.65,161 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.163 ઘટી રૂ.65,064 બોલાઈ રહ્યો હતો. MCX પર 53,156 સોદાઓમાં કુલ રૂ.4,139.22 કરોડનાં કામકાજ થયાં હતાં.
વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,81,623 સોદાઓમાં કુલ રૂ.13,122.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 6842.62 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 6259.59 કરોડનો હતો.
કોટન-ખાંડી, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 6843 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 6260 કરોડનું ટર્નઓવર
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.05 વધી રૂ.207.75 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.2.75 ઘટી રૂ.274ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.778.35 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.20 ઘટી રૂ.180ના ભાવ થયા હતા. 9,409 સોદાઓમાં રૂ.1,304.56 કરોડના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,176ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,203 અને નીચામાં રૂ.6,147 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.22 વધી રૂ.6,196 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.90 ઘટી રૂ.177.80 બોલાઈ રહ્યો હતો. 35,009 સોદાઓમાં કુલ રૂ.1,383.54 કરોડનો ધંધો થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,300 અને નીચામાં રૂ.63,200 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 વધી રૂ.63,260ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.20 વધી રૂ.1024.50 થયો હતો. 269 સોદાઓમાં રૂ.15.30 કરોડનાં કામકાજ થયા હતા.