મુંબઇ: બજારોમાં વેચવાલીનું જોર વધતા આજે  હાજર બજારો તથા વાયદામાં કૄષિ કોમોડિટીનાં ભાવમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ  ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૭૯૬.૩૦ ખુલી સાંજે ૭૫૮૪.૫૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૭૮૯ રૂ. ખુલી ઉંચામાં ૭૭૮૯ તથા નીચામાં ૭૭૮૯ રૂ. થઇ સાંજે ૭૭૮૯ રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે  ગુવાર ગમનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટો લાગી હતી. જ્યારે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૩૦૫ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૩૨૦ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, કપાસ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૬૧૮ રૂ. ખુલી ૬૫૬૪  રૂ., દિવેલનાં ભાવ ૧૩૮૯ રૂ. ખુલી ૧૩૮૯ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૬૮૪ રૂ. ખુલી ૨૬૩૫ રૂ., ધાણા ૬૯૫૨ રૂ. ખુલી ૬૮૨૪ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૮૪૦ રૂ. ખુલી ૫૬૪૮ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૩૪૫ રૂ. ખુલી ૧૧૯૧૦ રૂ., જીરાનાં ભાવ ૩૧૯૭૦ રૂ. ખુલી ૩૦૮૭૫ રૂ., કપાસનાં ભાવ ૧૬૧૫.૦૦ રૂ. ખુલી ૧૬૧૦.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૯૫૫૦ ખુલી ૪૯૨૪૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૦૪૦  રૂ. ખુલી ૭૨૦૪ રૂ. બંધ રહ્યા હતા.