સોનાના વાયદાના ભાવમાં રૂ.138 અને ચાંદીમાં રૂ.54નો સીમિત સુધારો
ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં ઢીલાશ
મુંબઈ, 28 માર્ચઃ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,718ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,742 અને નીચામાં રૂ.58,500ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.138 વધી રૂ.58,664ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.280 વધી રૂ.47,005 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.5,796ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.157 વધી રૂ.58,653ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.70,190ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,190 અને નીચામાં રૂ.69,555ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.54 વધી રૂ.69,980ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.27 વધી રૂ.69,908 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.20 વધી રૂ.69,918 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,597 સોદાઓમાં રૂ.,871.92 કરોડના વેપાર થયા હતા. તાંબુ માર્ચ વાયદો રૂ.788.40ના ભાવે ખૂલી, રૂ.2.75 વધી રૂ.785.95 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.40 વધી રૂ.205.05 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.181ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.253ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.1.85 વધી રૂ.206.60 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.50 વધી રૂ.181.95 જસત-મિની માર્ચ વાયદો રૂ.2.25 વધી રૂ.255.15 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,988ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,060 અને નીચામાં રૂ.5,987ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.33 વધી રૂ.6,011 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.33 વધી રૂ.6,009 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.172ના ભાવે ખૂલી, રૂ.3.30 ઘટી રૂ.168.50 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 2.4 ઘટી 183.4 બોલાઈ રહ્યો હતો. 45,106 સોદાઓમાં રૂ.1,610.24 કરોડનો ધંધો થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,820ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,000 અને નીચામાં રૂ.60,400ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.400 વધી રૂ.60,920ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.30 ઘટી રૂ.983.50 બોલાયો હતો. રૂ.15.65 કરોડનાં કામકાજ થયા હતા.