MCX: સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનું રૂ.179 અને ચાંદી રૂ.807 ઘટ્યા
મુંબઈઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,80,346 સોદાઓમાં કુલ રૂ.19,631.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10570.4 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9011.17 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,794ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,920 અને નીચામાં રૂ.55,532 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.179 ઘટી રૂ.55,588ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.103 ઘટી રૂ.44,231 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.5,501ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,107ના ભાવે ખૂલી, રૂ.211 ઘટી રૂ.55,477ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,330ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,409 અને નીચામાં રૂ.67,986 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.807 ઘટી રૂ.68,511 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.771 ઘટી રૂ.68,540 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.765 ઘટી રૂ.68,554 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.2.10 વધી રૂ.204.40 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.1.95 વધી રૂ.271ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.10.65 વધી રૂ.720.45 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.189ના ભાવ થયા હતા.
ક્રૂડ તેલના વાયદામાં પ્રત્યાઘાતી સુધારોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલા
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,134ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,212 અને નીચામાં રૂ.6,091 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.45 વધી રૂ.6,167 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.30 ઘટી રૂ.342.90 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.20 ઘટી રૂ.1042.90 થયો હતો.