MCX DAILY REPORT: સોનું રૂ.181 અને ચાંદી રૂ.39 નરમ
બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18000 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.42715.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9428.21 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.33285.21 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 18000 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.624.58 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5669.67 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71670ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.71884 અને નીચામાં રૂ.71607ના સ્તરને સ્પર્શી, રૂ.71830ના આગલા બંધ સામે રૂ.181 ઘટી રૂ.71649ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.94 ઘટી રૂ.57622ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.7 ઘટી રૂ.7003ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.167 ઘટી રૂ.71240ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5669.67 કરોડનાં કામકાજ
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.85021ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.85148 અને નીચામાં રૂ.84528ના મથાળે અથડાઈ, રૂ.84863ના આગલા બંધ સામે રૂ.39 ઘટી રૂ.84824ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.57 ઘટી રૂ.84531ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ઓગસ્ટ વાયદો રૂ.26 ઘટી રૂ.84581ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2386.83 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.7.25 ઘટી રૂ.796.95ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ઓગસ્ટ વાયદો 45 પૈસા વધી રૂ.267.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો રૂ.1.25 વધી રૂ.227.5ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓગસ્ટ વાયદો 70 પૈસા વધી રૂ.190.1ના ભાવે બોલાયો હતો.
ક્રૂડ તેલ રૂ.53 સુધર્યું
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1357.16 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.6039ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6089 અને નીચામાં રૂ.6030ના મથાળે અથડાઈ, રૂ.6030ના આગલા બંધ સામે રૂ.53 વધી રૂ.6083ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.48 વધી રૂ.6088ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયૂદીઠ 10 પૈસા ઘટી રૂ.181.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો કોઈ ફેરફાર વગર રૂ.181.1ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.963.5ના ભાવે ખૂલી, રૂ.1.1 ઘટી રૂ.966.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.300 વધી રૂ.57500ના ભાવ થયા હતા.
કોમોડિટી વાયદાઓમાં રૂ.9428.21 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.33285.21 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2712.81 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2956.86 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1529.89 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 369.99 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 42.58 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 444.38 કરોડનાં કામકાજ થયાં હતાં.