MCX: સોનાના વાયદામાં રૂ.795 અને ચાંદીમાં રૂ.1,882નો કડાકો
મુંબઈ, 19 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.54,115.1 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.14,908.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 39196.31 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.73,810ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,866 અને નીચામાં રૂ.73,283ના મથાળે અથડાઈ, રૂ.795 ઘટી રૂ.73,360ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.366 ઘટી રૂ.59,464 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.68 ઘટી રૂ.7,229ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.730 ઘટી રૂ.73,235ના સ્તરે પહોંચ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.10.14 કરોડનાં કામકાજ
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.91,441ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.91,441 અને નીચામાં રૂ.89,709ના મથાળે અથડાઈ, રૂ.1,882 ઘટી રૂ.89,890ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,844 ઘટી રૂ.89,915 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,850 ઘટી રૂ.89,894 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલ, નેચરલ ગેસ, બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક નરમાઈ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ જુલાઈ વાયદો રૂ.828.45ના ભાવે ખૂલી, રૂ.5.55 ઘટી રૂ.822.35 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.221.60 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.188ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2.35 ઘટી રૂ.264ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.35 ઘટી રૂ.223.40 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.187.95 જસત-મિની જુલાઈ વાયદો રૂ.2.20 ઘટી રૂ.263.75 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલમાં રૂ.76નો ઘટાડો, કોટન–ખાંડી વાયદો રૂ.250 નરમ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,899ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,928 અને નીચામાં રૂ.6,860ના મથાળે અથડાઈ, રૂ.76 ઘટી રૂ.6,897 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.79 ઘટી રૂ.6,896 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.176ના ભાવે ખૂલી, રૂ.2.70 ઘટી રૂ.175.10 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 2.6 ઘટી 175.2 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,510ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,660 અને નીચામાં રૂ.56,410ના મથાળે અથડાઈ, રૂ.250 ઘટી રૂ.56,540ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.20 ઘટી રૂ.942.20 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.14,909 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 39,196 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,620.98 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.5,714.28 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.525.01 કરોડનાં 15,287 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.832.02 કરોડનાં 52,229 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.276.15 કરોડનાં 3,649 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.32.67 કરોડનાં 514 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,413.64 કરોડનાં 6,856 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.475.05 કરોડનાં 6,687 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.70 કરોડનાં 21 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.13.14 કરોડનાં 381 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)