MCX: સોનાનો વાયદો રૂ.197 વધ્યો, ક્રૂડ તેલ રૂ.49 ઘટ્યું
મુંબઈ, 27 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.29,786.33 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,215.35 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 20562.81 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.66,198ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,499 અને નીચામાં રૂ.66,018 ના મથાળે અથડાઈ, રૂ.197 વધી રૂ.66,311ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.53,398 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.19 વધી રૂ.6,520ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.223 વધી રૂ.66,250ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીમાં મિશ્ર વલણ
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,487ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,784 અને નીચામાં રૂ.74,359 ના મથાળે અથડાઈ, રૂ.8 વધી રૂ.74,526 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.5 ઘટી રૂ.74,550 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.19 ઘટી રૂ.74,528 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.8.17 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ માર્ચ વાયદો રૂ.753.55ના ભાવે ખૂલી, રૂ.3.10 ઘટી રૂ.752.55 જ્યારે સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.177ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.2.40 ઘટી રૂ.214ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.80 વધી રૂ.208.10 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.177.35 જસત-મિની માર્ચ વાયદો રૂ.3.50 ઘટી રૂ.215.95 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલમાં પણ સુધારાનો સંચાર
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,765ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,782 અને નીચામાં રૂ.6,723 ના મથાળે અથડાઈ, રૂ.49 ઘટી રૂ.6,768 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.46 ઘટી રૂ.6,769 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.150ના ભાવે ખૂલી, રૂ.3.40 ઘટી રૂ.147.30 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 3.3 ઘટી 147.6 બોલાઈ રહ્યો હતો.
કોટન–ખાંડીના વાયદાના ભાવમાં રૂ.700ની વૃદ્ધિ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,200 અને નીચામાં રૂ.60,700 ના મથાળે અથડાઈ, રૂ.700 વધી રૂ.60,700ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.70 વધી રૂ.925 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.9,215 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 20,563 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,733.44 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,866.17 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.408.31 કરોડનાં 12,803 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.626.06 કરોડનાં 44,852 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.54 કરોડનાં 774 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.11.93 કરોડનાં 229 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.261.12 કરોડનાં 1,380 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.246.98 કરોડનાં 4,275 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.56 કરોડનાં 12 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.3.78 કરોડનાં 112 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)