મુંબઈ, 25 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે સાંજે 4-30 વાગ્યે રૂ.21,636.72 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.4ના મામૂલી સુધારા સાથે રૂ.60,531 બોલાઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.242ના ભાવઘટાડા સાથે રૂ.71,544ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.18 ઘટી રૂ.6,956 બોલાયો હતો. આ સામે કોટન-ખાંડીનો નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.380ની વૃદ્ધિ સાથે રૂ.58,200 બોલાયો હતો.

મંગળવારે દશેરાની જાહેર રજા નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 7,48,172 સોદાઓમાં કુલ રૂ.62,316.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.13,788.64 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.48499.22 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 1,08,248 સોદાઓમાં રૂ.7,250.93 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,184ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,574 અને નીચામાં રૂ.60,125ના મથાળે અથડાઈ, બીજા સત્રનાં અંતે રૂ.62 ઘટી રૂ.60,537ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.615 ઘટી રૂ.48,435 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.5,961ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.51 ઘટી રૂ.60,351ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,212ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,841 અને નીચામાં રૂ.71,003ના મથાળે અથડાઈ, બીજા સત્રનાં અંતે રૂ.289 ઘટી રૂ.71,786ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.314 ઘટી રૂ.71,831 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.342 ઘટી રૂ.71,854 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.28 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX ખાતે 17,979 સોદાઓમાં રૂ.2,229.3 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.696.50ના ભાવે ખૂલી, રૂ.2.60 વધી રૂ.700.45 જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.202.80 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.185ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.219ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.0.40 વધી રૂ.203.15 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.185.15 જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.0.10 વધી રૂ.218.90 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર 1,01,670 સોદાઓમાં રૂ.4,307.85 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,154ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,154 અને નીચામાં રૂ.6,900ના મથાળે અથડાઈ, બીજા સત્રનાં અંતે રૂ.158 ઘટી રૂ.6,974 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.159 ઘટી રૂ.6,978 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.244ના ભાવે ખૂલી, રૂ.1.70 વધી રૂ.245.20 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 1.6 વધી 245.1 બંધ થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.13,789 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.48,499 કરોડનું ટર્નઓવર

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX ખાતે રૂ.0.56 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,820ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,820 અને નીચામાં રૂ.57,820ના મથાળે અથડાઈ, બીજા સત્રનાં અંતે રૂ.140 ઘટી રૂ.57,820ના સ્તરે પહોંચ્યો હતો. કોન્ટ્રેક્ટ દીઠ બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,937.96 કરોડનાં 4,874.839 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.4,312.97 કરોડનાં 601.305 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,491.25 કરોડનાં 2,128,270 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.2,816.60 કરોડનાં 108,560,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.286.16 કરોડનાં 14,096 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.48.27 કરોડનાં 2,599 ટન તાંબાના વાયદાઓમાં રૂ.1,443.62 કરોડનાં 20,563 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.451.25 કરોડનાં 20,553 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..56 કરોડનાં 96 ખાંડી વાયદામાં ટનનાં કામકાજ થયાં હતાં.