મુંબઈ, 7 જૂનઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,90,487 સોદાઓમાં કુલ રૂ.32,533.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,054.03 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 24462.8 કરોડનો હતો.

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 66,303 સોદાઓમાં રૂ.4,839.4 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,977ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,996 અને નીચામાં રૂ.59,751ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.64 ઘટી રૂ.59,921ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.48,185 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.5,985ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.36 ઘટી રૂ.59,866ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,883ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,242 અને નીચામાં રૂ.71,530ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.163 વધી રૂ.72,119ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.144 વધી રૂ.72,164 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.148 વધી રૂ.72,150 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 12,773 સોદાઓમાં રૂ.1,412.75 કરોડના વેપાર થયા હતા. તાંબુ જૂન વાયદો રૂ.720.65ના ભાવે ખૂલી, રૂ.3.20 વધી રૂ.725.65 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.204.30 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.3.35 વધી રૂ.214ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 વધી રૂ.204.60 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.183.25 જસત-મિની જૂન વાયદો રૂ.3.15 વધી રૂ.214.10 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.17 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 50,280 સોદાઓમાં રૂ.1,775.15 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,918ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,007 અને નીચામાં રૂ.5,871ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.55 વધી રૂ.5,994 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.53 વધી રૂ.5,991 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.187ના ભાવે ખૂલી, રૂ.2 વધી રૂ.188.30 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 2.1 વધી 188.6 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડી વાયદામાં 2,736 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 23,904 ખાંડીના સ્તરે

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.26.73 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,680 અને નીચામાં રૂ.58,920ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.360 ઘટી રૂ.59,480ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.24.80 ઘટી રૂ.902 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.8,054 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 24462 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,276.05 કરોડનાં 3,800.159 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,563.35 કરોડનાં 355.992 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,031.58 કરોડનાં 17,35,670 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.743.57 કરોડનાં 3,94,67,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.115.38 કરોડનાં 5,639 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.33 કરોડનાં 1,803 ટન તાંબાના વાયદાઓમાં રૂ.845.85 કરોડનાં 11,673 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.418.52 કરોડનાં 19,636 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.16.24 કરોડનાં 2,736 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.10.49 કરોડનાં 114.84 ટનનાં કામકાજ થયાં હતાં.