ક્રૂડ રૂ.160 લપસ્યુઃ નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુ

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.55,899ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.55,982 અને નીચામાં રૂ.54,771 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.438 ઘટી રૂ.55,301ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.320 ઘટી રૂ.44,161 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.43 ઘટી રૂ.5,454ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,773ના ભાવે ખૂલી, રૂ.492 ઘટી રૂ.55,272ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.64,322ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.65,000 અને નીચામાં રૂ.61,500 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2050 ઘટી રૂ.61,984 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2040 ઘટી રૂ.62,264 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,043 ઘટી રૂ.62,281 બંધ થયો હતો.

વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 3થી 9 માર્ચના સપ્તાહ દરમિયાન 42,66,261 સોદાઓમાં કુલ રૂ.3,41,879.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.82,166.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,59,540.88 કરોડનો હતો. એમસીએક્સ પર 6,84,121 સોદાઓમાં કુલ રૂ.40,014.73 કરોડનાં કામકાજ થયાં હતાં.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.4.40 ઘટી રૂ.205.30 અને જસત માર્ચ વાયદો રૂ.5.80 ઘટી રૂ.263ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.9.15 ઘટી રૂ.753.95 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.25 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો કિલોદીઠ રૂ.4.15 ઘટી રૂ.205.75, જસત-મિની માર્ચ વાયદો રૂ.5.85ના ભાવઘટાડા સાથે રૂ.263.15 અને સીસુ-મિની માર્ચ વાયદો રૂ.1.25 ઘટી રૂ.182.60ના સ્તરે બંધ થયા હતા. 1,04,936 સોદાઓમાં રૂ.13,926.49 કરોડના વેપાર થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,426ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,583 અને નીચામાં રૂ.6,227 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.160 ઘટી રૂ.6,277 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.6,454ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.125 ઘટી રૂ.6,321 બંધ થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.18.20 ઘટી રૂ.209.20 બંધ થયો હતો. 5,69,246 સોદાઓમાં કુલ રૂ.28,176.21 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે કોટન ખાંડી માર્ચ વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,460ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,600 અને નીચામાં રૂ.62,800 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.560 ઘટી રૂ.62,900ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.30 વધી રૂ.1040.30 થયો હતો. 395 સોદાઓમાં રૂ.49.12 કરોડનાં કામકાજ થયા હતા.