ક્રૂડનો વાયદો રૂ.282 લપસ્યોઃ COTTON-ખાંડીના વાયદામાં 14,736 ખાંડીના વોલ્યુમ સાથે ભાવમાં રૂ.120ની નરમાઈ

મુંબઈઃ COMMODITY ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં GOLD-SILVERમાં MCX પર 8,28,979 સોદાઓમાં કુલ રૂ.48,802.46 કરોડનાં કામકાજ થયાં હતાં. GOLDના વાયદાઓમાં MCX GOLD એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.55,975ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,395 અને નીચામાં રૂ.55,511 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.641 ઘટી રૂ.55,587ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.726 ઘટી રૂ.44,096 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.52 ઘટી રૂ.5,489ના ભાવે પહોંચ્યો હતો. GOLD-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,348ના ભાવે ખૂલી, રૂ.599 ઘટી રૂ.55,630ના સ્તરે પહોંચ્યો હતો.

SILVERના વાયદાઓમાં SILVER માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.65,228ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.66,200 અને નીચામાં રૂ.64,310 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1282 ઘટી રૂ.64,351 ના સ્તરે બંધ થયો હતો. SILVER-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1282 ઘટી રૂ.64,592 અને SILVER-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,406 ઘટી રૂ.64,468 બંધ થયો હતો. વિવિધ COMMODITY વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 17થી 23 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન 34,77,266 સોદાઓમાં કુલ રૂ.2,34,665.54 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં COMMODITY વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.90,807.2 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,43,591.95 કરોડનો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન MCX ખાતે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.4.75 ઘટી રૂ.207.45 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.3.55 વધી રૂ.273ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.7.80 ઘટી રૂ.769.70 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.05 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. 1,10,890 સોદાઓમાં રૂ.16,921.69 કરોડના વેપાર થયા હતા.

COMMODITY વાયદાઓમાં રૂ.90,807 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1,43,591 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદાઓમાં રૂ.266 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,503ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,503 અને નીચામાં રૂ.6,147 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.282 ઘટી રૂ.6,257 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.80 ઘટી રૂ.191.50 બંધ થયો હતો. 5,92,707 સોદાઓમાં કુલ રૂ.24,922.85 કરોડનો ધંધો થયો હતો.

AGRI COMMODITYના વાયદાઓમાં MCX ખાતે COTTON ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.65,420 અને નીચામાં રૂ.62,800 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.120 ઘટી રૂ.63,640ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.15.20 વધી રૂ.1024.50 થયો હતો. 1,860 સોદાઓમાં રૂ.160.20 કરોડનાં કામકાજ થયા હતા.